એ પ્રકારની માન્યાતા છે કે 14 જાન્યુઆરી પહેલા શુભ સમય નથી હોતો. કોઈ નવું કામ શરૂ ન કરી શકો. એટલે જ ભાજપમાં જિલ્લાથી લઈને પ્રદેશ સ્તર સુધી અધ્યક્ષની પસંદગી પર રોક લગાવવામાં આવી છે. લગભગ તમામ કાર્વાહી કરી લેવામાં આવી છે. મકર સંક્રાંતિ બાદ જાહેરાત કરવામાં આવી શકે છે.
જણાવવામાં આવ્યું છે કે 18 જાન્યુઆરી સુધીમાં 50 ટકા રાજ્યોમાં અધ્યક્ષની ચૂંટણી થઈ જશે. પાર્ટીના સંવિધાન મુજબ અડધા રાજ્યોમાં ચૂંટણી બાદ જ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થઈ શકે છે.
પહેલા તૈયારીઓ હતી કે જેપી નડ્ડાને દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ અધ્યક્ષ બનાવવામાં આવે. અમિત શાહ ત્યાં સુધી આ પદ પર બન્યા રહે. પરંતુ હવે જાણકારી મળી રહી છે કે પ્લાનમાં બદલાવ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે દિલ્હીની ચૂંટણીથી સંગઠનની ચૂંટણી પર કોઈ પ્રભાવ નથી પડતો. જો જેપી નડ્ડા ચૂંટાશે તો તેઓ ભારતીય જનતા પાર્ટીના 11માં અધ્યક્ષ હશે. હાલ તેઓ ભાજપના કાર્યકારી અધ્યક્ષ છે.