નવી દિલ્હીઃ દિલ્હી હિંસાને લઈને બુધવારે સુનાવણી  દરિયાન દિલ્હી પોલીસની ઝાટકણી કાઢનાર દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ એસ. મુરલીધરની બદલી કરવામાં આવી છે. તેને કેન્દ્રીય કાયદા મંત્રાલય તરફતી ગેજેટ નોટિફિકેશન  જાહેર કરવામાં આવ્યું છે. એસ. મુરલીધરને પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી છે.

એસ. મુરલીધરને સુપ્રીમ કોર્ટના કોલીલિજયમે 12 ફેબ્રુઆરીના રોજ તેમની  બદલીની ભલામણ કરી હતી. જે નોટિફિકેશન એસ. મુરલીધરન માટે જારી કરવામાં આવ્યું છે તેમાં કહેવામાં આવ્યું ચે કે, સીજેઆઈ એસ. એ. બોબડેની સલાહ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ એસ. મુરલીધરને પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી છે.

બુધવારે જસ્ટિસ મુરલીધરને ઉતર-પૂર્વ દિલ્હીમાં હિંસા અને ભડકાઉ ભાષણ આપનાર નેતાઓ પર કાર્યવાહી માટે દાખલ અરજી પર પોલીસની ઝાટકણી કાઢી હતી. પોલીસને પૂછ્યું- શું હિંસા ભડકાવનારાઓ પર તાત્કાલિક એફઆઈઆર નોંધવાની જરૂર નથી? હિંસા રોકાવા માટે તાત્કાલિક પગલા ભરવાની જરૂર છે. અમે દિલ્હીમાં 1984 જેવી સ્થિતિ બનવા દઈશું નહિ. આ કારણે જે ઝેડ સિક્યોરિટી વાળા નેતા છે, તેઓ લોકોની વચ્ચે જાય. તેમને સમજાવે, જેથી તેમને ભરોસો આવે.

3 કલાક સુધી ચાલેલી સુનાવણી દરમિયાન પોલીસ કમીશનરે ભડકાઉ ભાષણોના તમામ વીડિયો જોવા અને ભાજપ નેતા કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માની વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ મુરલીધરને હાઈકોર્ટમાં કપિલ મિશ્રાનો વાયરલ વીડિયો પણ પ્લે કર્યો હતો. ગુરુવારે આ મામલામાં ચીફ જસ્ટિસ ડી એન પટેલની કોર્ટમાં સુનાવણી થશે.

જસ્ટિસ મુરલીધરની કારકિર્દીની વાત કરીએ તો તેમણે 29 મે 2006ના રોજ દિલ્હી હાઈકોર્ટમાં જજનો પદભાર સંભાળ્યો હતો. તેમમે દિલ્હી હાઈકોર્ટના જજ રહેતા અનેક મોટા નિર્ણય સંભળાવ્યા. આઈપીસીની કલમ 377ને બિનઅપરાધિક જાહેર કરવાનો ઐતિહાસિક નિર્ણય જે બેંચે સંભળાવ્યો હતો જસ્ટિલ મુરલીધર તેનો પણ હિસ્સો હતા.