પોલીસ અધિકારી અનુસાર, દિલ્હી હિંસામાં કથિત રીતે સામેલ થનાર 106 લોકોની અટકાયત કરવામાં આવી છે અને 18 એફઆઈઆર નોંધવામાં આવી છે. એડિશનલ કમનિશ્નર ઓફ પોલીસ (ક્રાઈમ) મંદીપ સિંહ રંધાવાએ મીડિયાને જણાવ્યું કે, “બુધવારે કોઈ પણ અપ્રિય ઘટના નથી બની અને ઉત્તર પૂર્વ દિલ્હીથી આવતા પીસીઆર કૉલમાં પણ ઘટાડો થયો છે. ”
કેજરીવાલે વિધાનસભામાં કહ્યું કે “આ હિંસામાં એક હેડ કૉન્સ્ટેબલ શહીદ થઈ ગયા છે. દરેક શહીદ પરિવારની જેમ શહીદ રતનલાલના પરિવારને દિલ્હી સરકાર દ્વારા એક કરોડ રૂપિયાની સહાય આપવાાં આવશે, સાથે તેમણે કહ્યું કે, રતનલાલના પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે. ”
મંગળવારે નોર્થ ઈસ્ટ દિલ્હીના ચાંદબાગ, ભજનપુરા, ગોકલપુરી, મૌજપુર, કર્દમપુરી અને જાફરાબાદમાં હિંસા ભડકી ઉઠીહતી. આ પહેલા રવિવાર અને સોમવારે પણ હિંસાની ઘટના બની હતી.