કેન્દ્ર સરકારે આ અંગેનો ગેઝેટ પણ પાડી દીધો છે અને આજે 11 જાન્યુઆરી 2021 બાદ તેમની સ્વૈચ્છિક નિવૃત્તીનું રાજીનામું મંજૂર કરી દીધુ છે. ગુજરાત કેડરના IAS અરવિંદ કુમાર શર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત વિશ્વાસુ હતા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી રિટાયર IAS અધિકારી અરવિંદ કુમાર શર્મા PMOમાં તેમની સાથે ફરજ બજાવતા હતા. વડાપ્રદાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અરવિંદ કુમારે સચિવ તરીકે ફરજ બજાવી હતી.
6 વર્ષ સુધી PMOમાં રહ્યા બાદ તેમની ગઇ 30 એપ્રિલે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીઝના સચિવ પદે બદલી કરવામાં આવી હતી. આ બદલી કર્યાના 9 મહિના બાદ IAS અરવિંદ શર્માએ અચાનક સ્વૈચ્છિક રાજીનામું આપી દેતા ગુજરાત IAS અધિકારીઓમાં તરહ-તરહની ચર્ચા ચાલી રહી છે. એ.કે.શર્માની સેવાનિવૃત્તિ આડે હજી દોઢ વર્ષનો સમય બાકી હતો.
સામાન્ય સંજોગોમાં સ્વૈચ્છિક રાજીનામું એક-બે મહિનાની નોટિસથી અપાતું હોય છે, પરંતુ મોદી સરકારના માનીતા અને અતિવિશ્વાસુ ગણાતા આ અધિકારીનું સ્વૈચ્છિક રાજીનામું તૂર્ત જ મંજૂર કરી દેવામાં આવ્યું છે જેને લઈને એમને કોઈ મોટું એસાઇન્મેન્ટ મળવાની ચર્ચા ઉચ્ચ અધિકારીઓમાં થઈ રહી છે.