કેંદ્રીય મંત્રી શ્રીપદ નાઈકની કારનો અકસ્માત, પત્નીનું મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Jan 2021 10:26 PM (IST)
કેંદ્રીય રાજ્યમંત્રી શ્રીપદ નાઈકની કારનો અકસ્માત થયો છે. કર્નાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં અંકોલ પાસે આ અકસ્માત થયો છે.
કેંદ્રીય રાજ્યમંત્રી શ્રીપદ નાઈકની કારનો અકસ્માત થયો છે. કર્નાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં અંકોલ પાસે આ અકસ્માત થયો છે. અકસ્માત દરમિયાન કેંદ્રીય રાજ્યમંત્રી શ્રીપદ નાઈકની કારમાં ચાર લોકો સવાર હતા જેમાં તેમના પત્ની પણ સામેલ હતા. જાણકારી મુજબ ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તેમના પત્નીનું મોત થયું છે. આ અકસ્માતમાં તેમના પીએનું પણ મોત થયું છે. આ અકસ્માત બાદ શ્રીપદ નાઈકને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને સારવાર માટે ગોવા શિફ્ચ કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે ગોવામાં કેંદ્રીય મંત્રી શ્રીપદ નાયકની સારવારની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે વાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શ્રીપદ નાઈકના જલ્દી સ્વસ્થ થવા માટે કામના કરી અને તેમના પત્નીના મોત પર શોક વ્યક્ત કર્યો છે.