દેશના પ્રથમ લોકપાલ તરીકે પિનાકી ચંદ્ર ઘોષની નિમણૂક, જાણો વિગત
abpasmita.in | 19 Mar 2019 09:12 PM (IST)

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ પિનાકી ચંદ્ર ઘોષની ભારતના પ્રથમ લોકપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પૂર્વ જસ્ટિસ પિનાકી ચંદ્ર ધોષની લોકપાલ તરીકે નિમણૂક કરાઈ છે. પીસી ઘોષ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રહી ચૂક્યા છે, તેઓ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પણ રહી ચૂક્યા છે. તેઓ દેશના પ્રથમ લોકપાલ બન્યા છે. તેમના નિર્ણયોમાં વારંવાર માનવાધિકારોની રક્ષા અંગે જાણવા મળે છે. આ પહેલા કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ લોકપાલ કમિટીની બેઠકમાં ભાગ લેવાની ના પાડતા સરકાર પર મનમાનીનો આરોપ લગાવ્યો હતો. પરંતુ, તમામ વિરોધો બાદ આખરે મોદી સરકારે ચૂંટણી પહેલા લોકપાલ નિયુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. લોકપાલ નિયુક્તિની સિલેક્ટ કમિટીમાં વડાપ્રધાન, ચીફ જસ્ટિસ અથવા તેમના દ્વારા સૂચવેલા જજ, નેતા વિપક્ષ, લોકસભા અધ્યક્ષ અને એક કાયદાશાસ્ત્રી હોય છે.