ભોપાલઃ મધ્યપ્રદેશમાં કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ભગવો ધારણ કરી લેનારા દિગ્ગજ નેતા જયોતિરાદિત્ય સિંધિયાનું આજે ભોપાલમાં ભવ્ય સ્વાગત થવાનું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સિંધિયાના સ્વાગત માટે શહેરમાં ઠેકઠેકાણે પોસ્ટર લગાવી દીધા છે. પરંતુ ભોપાલમાં લાગેલા પોસ્ટર પર સ્યાહી ફેંકવામાં આવી છે.

ભોપાલના પોલિટેકનિક ચોક પાસે લાગેલા પોસ્ટરને ફાડી દેવામાં આવ્યું છે. ઉપરાંત જ્યાં જ્યોતિરાદિત્ય સિંધિયાની તસવીર લાગેલી છે તેના પર સ્યાહી ફેંકવામાં આવી છે.


આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ જ્યોતિરાદિત્ય સિંધિયા ભોપાલ આવશે. એરપોર્ટથી તેમનો કાફલો ભારતીય જનતા પાર્ટીની ઓફિસે પહોંચશે. આ દરમિયાન ભાજપના કાર્યકર્તા તેમના સ્વાગત માટે હાજર રહેશે.


ભાજપમાં સામેલ થયા બાદ સિંધિયા પ્રથમ વખત ભોપાલ આવશે. બુધવારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા શિવરાજ સિંહ ચૌહાને પણ તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. શિવરાજે ટ્વિટ કરીને લખ્યું હતું, સ્વાગત છે મહારાજ, સાથે છે શિવરાજ. જે બાદ સિંધિયાએ પણ તેમની સાથે કામ કરવાની ખુશી વ્યક્ત કરી હતી.

SBIએ કરોડો ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, FD સાથે બચત ખાતાના વ્યાજ દરમાં પણ કર્યો મોટો ઘટાડો, જાણો વિગતે

Corona ના કહેર વચ્ચે IPL રમાશે કે રદ્દ થશે ? જાણો કઈ તારીખે થશે ફેંસલો

Coronavirus: ભારત સરકારે તમામ વિદેશી નાગરિકો માટે 15 એપ્રિલ સુધી વિઝા રદ્દ કર્યા, WHO એ જાહેર કરી મહામારી