નવી દિલ્હીઃ મધ્યપ્રદેશની રાજનીતિમાં જ્યોતિરાદિત્યના રાજીનામા બાદ મોટી હલચલ મચી ગઇ છે. કમલનાથ સરકાર પર સંકટના વાદળો ઘેરાઇ ગયા છે, ત્યારે જોવાનુ એ રહ્યું કે હવે જ્યોતિરાદિત્યિ સિંધિયાનુ આગળનુ પગલુ શું હશે.


સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ ધરી દીધુ છે, અને તેની સાથે સાથે બીજા 22 કોંગ્રેસી ધારાસભ્યોએ પણ રાજીનામા આપી દીધા છે. બીજેપીએ પોતાનુ ઓપરેશન લૉટલ સફળ રીતે પાર પાડી દીધુ છે, હાલ આ તમામ ધારાસભ્યો બેંગ્લુરુના એક રિસોર્ટમાં રોકાયા છે.

હવે શું કરશે સિંધિયા......
સુત્રોનુ માનીએ તો જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના સમર્થકો અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સાથે 12મી માર્ચે બીજેપીમાં સામેલ થઇ શકે છે. સુત્રોનુ એ પણ કહેવુ છે કે બીજેપીમાં સામેલ થતા પહેલા સિંધિયા પોતાના સમર્થકોને સંબોધિત પણ કરી શકે છે.

ગઇકાલે મોડી સાંજે બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના વરિષ્ઠ નેતા સામેલ થયા હતા. માનવામાં આવે છે કે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં રાજ્યસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોના નામોની ચર્ચા થઇ હતી, જેમાં સિંધિયાને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. આમ પીએમ મોદીએ સિંધિયાને મોટુ પદ આપવાનો પ્લાન બનાવ્યો છે.