અડધી રાત્રે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અને બહારથી સમર્થન આપી રહેલા અપક્ષો અને સપા-બસપાના ધારાસભ્યો ગઇ અડધી રાત્રે ગુડગામની એક હૉટલમાં જોવા મળ્યા હતા.
માહિતી મળતાં જ કોંગ્રેસ એલર્ટ મૉડ પર આવી ગઇ હતી. બધા ધારાસભ્યો સાથે સંપર્ક કર્યો, બાદમાં મધ્યપ્રદેશના મંત્રી જયવર્ધન સિંહ અને જીતુ પટવારી બહુજન સમાજવાદી પાર્ટીના સસ્પેન્ડ ધારાસભ્ય રમાબાઇની સાથે ગુરુગ્રામની આઇટીસી હૉટલની બહાર નીકળ્યા હતા. આ બધાની વચ્ચે ત્યાં હાજર રહેલા લોકો સાથે ચર્ચા પણ થઇ હતી.