કાનપુર: યુપીમાં વર્ષ 2017માં વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને ધ્યાને રાખીને તમામ રાજકીય પાર્ટીઓ ચુંટણીની રણનીતિ ઘડવામાં લાગી ગઈ છે. RSSએ પણ તે માટે પોતાની કમર કસી લીધી છે.

સુત્રો દ્વારા મળી માહિતી પ્રમાણે રવિવારે એટલે કે 10 જુલાઈએ કાનપુર ખાતે RSSની બેઠક મળનાર છે. કાનપુરની આ વાર્ષિક બેઠક મોહન ભાગવતની અગેવાનીમાં મળશે, જેમાં RSSના વિરિષ્ઠ પદાધિકારો પણ ભાગ લેશે. આ બેઠક 10 જુલાઈ થી 15 જુલાઈ સુધી ચાલશે. એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં યુપી વિધાનસભા ચુંટણીને લઈને રણનીતિનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે.