નવી દિલ્હી: PM નરેંદ્ર મોદી બુધવારે મોડી રાત્રે ચાર દેશોની યાત્રાએ રવાના થયા છે. આ વખતે પાંચ દિવસના વિદેશ પ્રવાસ દરમિયાન મોદી આફ્રિકા ખંડના મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા, તંઝાનિયા અને કેન્યાની મુલાકાત લેશે.

માનવામાં આવી રહ્યું છે કે, આ યાત્રા દરમિયાન પેટ્રોલિયમ, દરિયાઈ સુરક્ષા, વ્યાપાર, રોકાણ, કૃષિ અને ખાધ્ય ક્ષેત્રે સહયોગ વધારવાનો પ્રયાસ થશે. નિષ્ણાતોના મતે આ ચાર દેશો આફ્રિકા ખંડનો પ્રવેશદ્વાર ગણાય છે. હાલમાં આ વિસ્તારમાં ચીને પોતાના સંબંધો વધાર્યા છે. મોદી પહેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી પણ આફ્રિકાના દેશોની મુલાકાત લઈ ચુક્યા છે. નિષ્ણાંતોના મતે મોઝામ્બિક સાથે હાઈડ્રોકાર્બન ક્ષેત્રમાં પણ સહયોગ વધારવામાં આવશે. હાલમાં કતાર અને ઓસ્ટ્રેલિયા બાદ મોઝાંબિક પ્રાકૃતિક ગેસનો સૌથી મોટો નિકાસકાર છે. યાત્રાના પહેલા તબક્કામાં મોદી મોઝેમ્બિક જશે. યાત્રાના બીજા તબક્કામાં 8 અને 9 જુલાઈએ મોદી દક્ષિણ આફ્રિકા જશે. જ્યારે 10 જુલાઈએ તંઝાનિયા જાશે. અને યાત્રાના અંતિમ તબક્કામાં કેન્યા જશે.