Pulwama Terror Attack: પુલવામા હુમલાને લઈને આપેલા નિવેદનને કારણે નવજોત સિંહ સિદ્ધૂ વિવાદોમાં ફસાયા છે. સોશિયલ મીડિયા પર સતત માંગ કરવામાં આવી રહી છે કે, તેમને ધ કપિલ શર્મા શોમાંથી દૂર કરવામાં આવે. હવે કપિલ શર્મા ખૂદ સિદ્ધૂના બચાવમાં આવ્યા છે અને તેમણે મીડિયાને આ મુદ્દે જવાબ આપ્યો છે. કપિલે કહ્યું કે, જો સિદ્ધૂજીને દૂર કરવાથી આતંકવાદનો મુદ્દે હલ થઈ જતો હોય તો અમે પોતે તેમને કહી દેતા કે તેઓ શોમાંથી જતા રહે.




કપિલે કહ્યું કે, આ બધા પ્રોપેગેંડા હોય છે. સોશિયલ મીડિયા પર આવું કંઇકને કંઇક ચાલતું જ હયો છે. હું આ બધાથી દૂર રહું છું. હું કંઇક સારું કામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું, તમે મને સપોર્ટ કરો. તેમણે સિદ્ધૂને દૂર કરવાના પ્રશ્ન પર કહ્યું કે, આ વખતે શોનો પ્રોડ્યૂસર હું નથી. ચેનલ નિર્ણય લેશે કે તેમને શું કરવું છે.



આતંકવાદના મુદ્દે કપિલે કહ્યું કે, આ મુદ્દો ઉકેલવો જોઇએ. સરકા જે પણ નિર્ણય લેશે અમે તેમની સાથે છીએ. અમે દેશની સાથે છીએ. અમારા માટે દેશ સૌથી પહેલા છે. કપિલે કહ્યું કે, જો સિદ્ધૂજીને બેન કરવાથી સમસ્યાનો અંત આવતો હોત તો સિદ્ધૂજી ખૂદ શો છોડીને જતા રહે. લોકોનું ધ્યાન આ મુદ્દાથી બીજી લઈ જવા માટે બોયકોટ સિદ્ધૂ અને બોયકોટ કપિલ શર્મા શો જેવા ટ્રેન્ડ ચલાવાય છે.



મીડિયાના અપહેલામાં સિદ્ધૂને શોમાંથી બહાર કર્યાના સમાચાર આવી રહ્યા છે. જોકે, ચેનલ તરફથી કોઈ ઓફિસિયલ જાહેરાત કરવામાં આવી નથી. શોમાં અર્ચનના પૂરન સિંહ જજ તરીકે જોવા મળતાં સિદ્ધૂને હટાવાયાના અહેવાલો વહેતા થયા છે. તેમનો એક વીડિયો સામે આવ્યો, જેમાં કપિલના શોમાં સિદ્ધૂની જગ્યાએ તે જોવા મળી રહી છે.



આ પછી સમાચાર આવ્યા હતા કે, સિદ્ધૂને શોમાંથી દરૂ કરાયા છે અને તેમની જગ્યાએ અર્ચનાએ શોમાં એન્ટ્રી કરી છે. જોકે, અર્ચનાએ એબીપી ન્યૂઝ સાથે વાત કરતાં આ વાતનું ખંડન કર્યું હતું. અર્ચનાએ કહ્યું કે, તેને ફક્ત બે શો માટે જ બોલાવાઈ હતી. તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે, તે જે બે એપિસોડમાં જોવા મળવાની છે, તેનું શૂટિંગ પુલવામા હુમલા પહેલા જ 9 અને 13 ફેબ્રુઆરીએ કરી લેવાયું હતું.



પંજાબ સરકારના મંત્રી અને કપિલ શર્મા શોના જજ સિદ્ધૂએ કહ્યું હતું કે, આ કાયરતાપૂર્ણ હરકત હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, આતંકવાદનો કોઈ દેશ અને ધર્મ હોતો નથી અને આતંકવાદીઓની કોઈ જાતિ પણ હોતી નથી. તેમના આ નિવેદન પછી દેશમાં તેમની સામે વિરોધ શરૂ થયો હતો.