નવી દિલ્લીઃ જાણીતા કૉમેડિયન કપિલ શર્મા પંજાબ ચુંટણીમાં આમ આદમી પાર્ટી માટે ચુંટણી પ્રચાર કરી શકે છે. આ માટે આપના પ્રમુખ ગુરમીત ઘુગ્ગીએ આશા વ્યક્ત કરી છે. કપિલ શર્મા આવતા વર્ષેની શરૂઆતમાં પંજાબમા યોજાનાર આમ આદમી પાર્ટીનો ચુંટણી પ્રચાર કરતા નજરે આવી શકે છે. પંજાબ આપના પ્રમુખ ગુરમીત ઘુગ્ગીનું કહેવું છે કે, કપિલ શર્મા મારા સાર મિત્ર છે અને તે તેમનું કહેવાનું ક્યારે નહી ટાળે.


કપિલ શર્મા સામે બીજી મુશ્કેલી એ પણ હશે કે, તેના મિત્ર નવજોત સિંહ સિધ્ધુએ પણ નવી પાર્ટી બનાવી છે. એવામાં તે કોને ખુશ કરશે અને કોને નારાજ કરશે. કપિલ શર્માને લઇને હાલમાં રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. ભ્રષ્ટાચારના મુદ્દે કૉંગ્રેસે બીજેપી પર હૂમલો કરી સવાલ ઉભો કર્યો છે કે, પંજાબ ચુંટણીને લઇને શું કપિલ શર્માએ જાણી જોઇને આ મુદ્દાની રાજનીતિ કરી રહ્યા છે.

દેશના જાણીત કૉમેડિયન કપિલ શર્માએ ઓફિસ બનાવવા માટે મુંબઇ માહાનગરપાલિકા એટલે કે BMC પર લાંચ માંગવાનો આરોપ લગાવ્યો છે. તેમા મોટી વાત એ છે કે, કપિલે પીએમ નરેંદ્ર મોદીને ટ્વીટ કરીને લખ્યું હતું કે, શું આ તમારા અચ્છે દિન છે? કપિલે લાંચ માંગવાનો આરોપ તો લગાવ્યો પણ લાંચ માગનાર અધિકારીનું નામ ના જણાવ્યું, ત્યાર બાદ આ મામલામાં નવો વળાંક આવ્યો હતો.