નવી દિલ્હી: કર્ણાટકના અયોગ્ય જાહેર કરાયેલા 14 ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. કર્ણાટક વિધાનસભાનાં તત્કાલીન સ્પીકર કેઆર રમેશે 14 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દીધા હતા. કોંગ્રેસના 13 અને જેડીએસનાં 3 ધારાસભ્યોએ પોતાની પાર્ટીમાં બળવો કર્યો હતો અને રાજીનામા આપ્યા હતા. કૉંગ્રેસ-જેડીએસના બળવાખોર ધારાસભ્યોનાં રાજીનામાના કારણે કર્ણાટકમાં કુમાર સ્વામીએ સરકાર ગુમાવવી પડી હતી. જો કે સ્પીકર રમેશ કુમારે ઘણા લાંબા સમય બાદ પહેલા ત્રણ અને ત્યાર બાદ બાકીનાં તમામ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દીધા હતા. આ તમામ ધારાસભ્યો આ સરકારનાં કાર્યકાળ એટલે કે 2023 સુધી રાજ્યમાં કોઇ પણ ચૂંટણી કે પેટા ચૂંટણી લડી શકે નહી. આ તમામ ધારાસભ્યો આ સરકારનાં કાર્યકાળ એટલે કે 2023 સુધી રાજ્યમાં ચૂંટણી નહી લડી શકે તેવા નિર્ણયને કારણે હતપ્રભ છે. કર્ણાટકના અયોગ્ય જાહેર કરાયેલા 14 ધારાસભ્યો હવે સુપ્રીમ કોર્ટની શરણે પહોંચ્યા છે.