આ પહેલા કર્ણાટકના વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે તેઓ પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરશે અને સુપ્રીમ કોર્ટે જે વિશ્વાસ તેના પર દેખાડ્યો છે તેને યથાવત રાખશે. કુમારે બાગી ધારાસભ્યના રાજીનામા અને અયોગ્યતા સંબંધિત અરજી પર નિર્ણય કરવાનો છે.
તેઓએ કહ્યું કે બાગી ધારાસભ્યોને તેમની સમક્ષ ઉપસ્થિત થવાનો હવે તક નહીં મળી અને હવે આ અધ્યાય બંધ થઈ ગયો છે. તેઓએ કહ્યું, કાયદો બધા માટે સમાન હોય છે. પછી તે મજૂર હોય કે ભારતના રાષ્ટ્રપતિ.
ભાજપ કર્ણાટકમાં સરકાર બનાવવાનો દાવ રજૂ કરવાની ઉતાવળમાં નથી કારણ કે 15 બાગી ધારાસભ્યની કિસ્મત પર લટકી તલવાર છે. વિધાનસભા અધ્યક્ષને તેમના રાજીનામા કે બન્ને પાર્ટીઓ તરફથી તેમને અયોગ્ય ઠેરવવા માટે આપેલી અરજી પર ફેસલો કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે કર્ણાટકમાં કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર વિધાનસભામાં થયેલા ફ્લોર ટેસ્ટમાં બહુમત સાબિત કરવામાં નિષ્ફળ ગઈ હતી. અને કુમારસ્વામીની સરકાર પડી ગઈ છે. કૉંગ્રેસ અને જેડીએસના ગઠબંધનને 99 મતો મળ્યા હતા જ્યારે ભાજપને 105 મત મળ્યા હતા.