Karnataka Results Reactions: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો પર અમિત શાહે શું આપ્યું મોટુ નિવેદન?

Karnataka Assembly Election Result: કર્ણાટકમાં આજે ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 13 May 2023 07:14 PM
અમિત શાહે શું કહ્યુ?

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કારમી હાર મળી છે. આ પરિણામો પછી ગૃહમંત્રી અને બીજેપી નેતા અમિત શાહે ટ્વીટ કર્યું કે  આટલા વર્ષો સુધી ભાજપને સેવા કરવાની તક આપવા બદલ હું કર્ણાટકના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ કર્ણાટકના લોકોના કલ્યાણ અને વિકાસ માટે સતત પ્રયાસો કરતું રહેશે.


 





અમારો હેતુ કર્ણાટકમાં ભાજપને હરાવવાનો હતો- પવાર

એનસીપી ચીફ શરદ પવારે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમારો  ઉદ્દેશ્ય કર્ણાટકમાં ભાજપને હરાવવાનો હતો. હું છેલ્લા આઠ-દસ દિવસથી જાહેર સભાઓમાં કહી રહ્યો છું કે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીનો પરાજય થશે.

દેશને જોડનારી રાજનીતિની જીતઃ પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાજ્યના લોકોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આ દેશને જોડનારી રાજનીતિની જીત છે. તેમણે કહ્યું કે કર્ણાટક કોંગ્રેસના તમામ મહેનતુ કાર્યકરો અને નેતાઓને મારી શુભકામનાઓ. તમારી બધી મહેનત રંગ લાવી. કોંગ્રેસ પાર્ટી કર્ણાટકના લોકોને આપવામાં આવેલી ગેરંટીનો અમલ કરવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરશે. જય કર્ણાટક, જય કોંગ્રેસ.

એમ કે સ્ટાલિને કર્યું ટ્વિટ

તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિને કર્ણાટકમાં કોંગ્રેસના વિજય પર કરેલું ટ્વિટ





Karnataka Election Results Live: કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રીએ કર્યું ટ્વિટ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વિટ કરીને લખ્યું, પરિવર્તનના પક્ષમાં નિર્ણાયક જનાદેશ માટે કર્ણાટકના લોકોને મારા સલામ.

Karnataka Election Results Live:ભાજપે બજરંગ દળને વચ્ચે લાવવાનો પ્રયાસ કર્યો પણ ન ફાવ્યા

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ કર્ણાટક ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપી છે. આ સાથે તેમણે ભાજપ પર કટાક્ષ કર્યો છે. કર્ણાટકના પરિણામ બાદ હવે આખા દેશમાં આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. ભાજપે ઘણી કોશિશ કરી પરંતુ પરિણામ તેમના પક્ષમાં ન આવ્યું. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે ભાજપે બજરંગ દળને વચ્ચે લાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કોંગ્રેસે લોકોને સમજાવ્યા.

Karnataka Election Results Live: ચૂંટણીવાળા રાજ્યોમાં કર્ણાટકની જેમ જીતવાનો પ્રયાસ કરીશું

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, આગામી દિવસોમાં જે રાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે ત્યાં અમે કર્ણાટકની જેમ ચૂંટણી જીતવા માટેના તમામ પ્રયાસો કરીશું. આવતીકાલે કર્ણાટકના ધારાસભ્યોની એક બેઠક થશે, મુખ્યમંત્રીના નામ પર જે સર્વસંમતિ સાધવામાં આવશે તે હાઈકમાન્ડ સમક્ષ મૂકવામાં આવશે. હાઈકમાન્ડ અંતિમ નિર્ણય લેશે.





Karnataka Election Results Live: ગરીબ લોકોએ મૂડીવાદીઓને હરાવ્યા

પાર્ટીની જોરદાર જીત પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, કર્ણાટકમાં ગરીબ લોકોએ મૂડીવાદીઓને હરાવ્યા. અમે નફરતનો ઉપયોગ કરીને આ ચૂંટણી નથી લડ્યા.





Karnataka Election Results Live: કર્ણાટક ચૂંટણી પર રોબર્ટ વાડ્રાએ કહ્યું કે મારો પરિવાર ચોક્કસપણે વચન પૂરું કરશે

કર્ણાટક ચૂંટણીમાં અભૂતપૂર્વ જીત મેળવ્યા બાદ રોબર્ટ વાડ્રાએ કહ્યું કે અમે જીત્યા છીએ, આ માટે અમે અમારા કાર્યકર્તાઓને અભિનંદન પાઠવીએ છીએ. તેણે કહ્યું કે, આવનારા સમયમાં મેં જે વચન આપ્યું હતું, તે વચન મારા પરિવારે પૂરું કર્યું છે. તેમણે કહ્યું કે, ગાંધી પરિવાર જે વચન આપે છે, તે વાયદો પૂરો કરે છે. જો તે કંઈક બોલે છે, તો તે તેને પૂર્ણ કરીને બતાવે છે.

કર્ણાટકમાં કેટલાક મંત્રીઓ કેમ હાર્યા? ખુદ ભાજપના નેતાએ આપ્યું શું નિવેદન?

કર્ણાટકના ભાજપના રાજ્યસભા સાંસદ લહર સિંહ સિરોયાએ એબીપી ન્યૂઝ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, "ભ્રષ્ટાચારનો આરોપ અમારા પર લાગેલો છે. તેથી જ સરકારના ઘણા મંત્રીઓ ચૂંટણી હારી ગયા. અમે યોગ્ય જવાબ આપી શક્યા નહીં. ટિકિટ વિતરણમાં સમસ્યા હતી. ગુજરાત મોડલ અપનાવવું જોઈતું હતું, નવા લોકોને તક આપવી જોઇતી હતી.

કર્ણાટકમાં ચૂંટણીના પરિણામના તાજા આંકડા

કર્ણાટક ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કોંગ્રેસે 10 બેઠકો જીતી છે અને 126 બેઠકો પર આગળ ચાલી રહી છે. ભાજપે 4 બેઠકો જીતી છે અને 60 બેઠકો પર આગળ છે. જ્યારે જેડીએસ 20 સીટો પર આગળ છે.

કર્ણાટકમાં કોંગ્રસનો ભવ્ય વિજય, ડી કે, શિવકુમાર CM પદના દાવેદાર

કર્ણાટક કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સલીમ અહેમદે એબીપી ન્યૂઝ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમાર મુખ્યમંત્રી પદની રેસમાં એક મોટા દાવેદાર  છે. જેને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાએ કર્ણાટકમાં માહોલ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

કર્ણાટકમાં કોંગ્રસનો ભવ્ય વિજય, ડી કે, શિવકુમાર CM પદના દાવેદાર

કર્ણાટક કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સલીમ અહેમદે એબીપી ન્યૂઝ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમાર મુખ્યમંત્રી પદની રેસમાં એક મોટા દાવેદાર  છે. જેને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાએ કર્ણાટકમાં માહોલ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

Karnataka Election Results Live- જીતનો શ્રેય કાર્યકર્તાઓને

કર્ણાટક કોંગ્રેસના વડા ડી.કે. શિવકુમારે કહ્યું કે, હું મારા કાર્યકર્તાઓ અને મારી પાર્ટીના નેતાઓને શ્રેય આપું છું, જેમણે આટલી મહેનત કરી, લોકોએ જૂઠાણાંનો પર્દાફાશ કર્યો. મેં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને જીતની ખાતરી આપી હતી. હું ભૂલી શકતો નથી કે જ્યારે સોનિયા ગાંધી મને જેલમાં મળવા આવ્યા હતા, ત્યારે મેં હોદ્દો સંભાળવાને બદલે જેલમાં જ રહેવાનું પસંદ કર્યું હતું, પાર્ટીને મારામાં ખૂબ વિશ્વાસ હતો.

Karnataka Election Results Live: કર્ણાટકના ચૂંટણી પરિણામ અમારી અપેક્ષા મુજબના

છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કર્ણાટકના ચૂંટણી પરિણામ અમારી અપેક્ષા મુજબના આવ્યા છે. તમે જોઈ શકો છો કે બજરંગબલી કોની સાથે ઉભા છે.





Karnataka Election Results Live: કર્ણાટકે સાંપ્રદાયિક રાજનીતિને જાકારો આપ્યો

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું, કર્ણાટકે સાંપ્રદાયિક રાજનીતિને જાકારો આપ્યો છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન કર્ણાટકમાં જે માહોલ જોવા મળ્યો હતો, આજે તેનું પરિણામ કર્ણાટક ચૂંટણી પરિણામમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

Karnataka Election Results Live: આ વખતે ભાજપની હોર્સ ટ્રેડિંગની રાજનીતિ નહીં ચાલે

કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથે કહ્યું કે, ચોક્કસપણે કોંગ્રેસ કર્ણાટકમાં આગામી સરકાર બનાવવા જઈ રહી છે. આ વખતે ભાજપની હોર્સ ટ્રેડિંગની રાજનીતિ ચાલે તેમ નથી.

Karnataka Election Results Live: કોંગ્રેસ 120થી વધુ સીટ જીતશે

કર્ણાટકમાં મત ગણતરી ચાલી રહી છે. આ દરમિયાન રાજ્યમાં પાર્ટીના સંભવિત વિજયને લઈ રાજ્યના પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું, કોંગ્રેસ પાર્ટી 120થી વધુ સીટ જીતશે.

Karnataka Election Results Live: કોંગ્રેસના કાર્યકર્તાઓએ AICC હેડક્વાર્ટરમાં મીઠાઈ વહેંચી, ડાન્સ કર્યો

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે તે નક્કી થઈ ગયું હોવાથી કોંગ્રેસના સમર્થકો AICC હેડક્વાર્ટરની બહાર જશ્ન મનાવી રહ્યા છે. કેટલાક કાર્યકતા મીઠાઈ વહેંચતા જોવા મળ્યા તો કેટલાક નાચતા જોવા મળ્યા.





Karnataka Election Results 2023:પાયલોટે કહ્યું- 40% કમિશન સરકારે નકારી

કોંગ્રેસના નેતા સચિન પાયલોટે કહ્યું કે, "સંપૂર્ણ બહુમતી અમારી સાથે છે. લોકોએ અમને તક આપી છે. તમામ પ્રકારનો પ્રચાર થયો, પરંતુ લોકોએ અમારા દ્વારા આપેલા સૂત્રને સ્વીકાર્યું. સ્વીકાર્યું અને લોકોએ અમારા પર વિશ્વાસ મૂક્યો. અમે જીતી રહ્યા છીએ. કર્ણાટકમાં વિશાળ સંખ્યા સાથે. 40% કમિશનની સરકારને લોકોએ નકારી કાઢી છે. તમામ પ્રચાર થયો પણ અમે મુદ્દાઓ પર અડગ હતા અને તેથી જ લોકોએ અમને બહુમતી આપી છે."

Karnataka Election Results 2023:કોંગ્રેસના સમર્થકોમાં જશ્નનો માહોલ, હનુમાનજીને ધરાવી મીઠાઈ

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરીના પ્રારંભિક વલણોમાં કોંગ્રેસ આગળ છે. કોંગ્રેસના સમર્થકોએ AICC મુખ્યાલયની બહાર ઉજવણી કરી. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો મીઠાઈ વહેંચતા જોવા મળ્યા હતા. બજરંગબલીની તસવીરને મીઠાઈ ખવડાવતા પણ જોવા મળ્યા.

Karnataka Election Results 2023: સંજય રાઉતનો ભાજપ પર વાર

ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે કહ્યું, "ભાજપના માથા પર બજરંગબલીની ગદા પડી છે. જો કર્ણાટકમાં કોંગ્રેસ જીતી રહી છે, તો તે મોદી અને અમિત શાહની હાર છે. જો તેઓ બજરંગબલીને આગળ મૂકે છે તો  આ દિશા દર્શન  2024ની ચૂંટણીના છે."


 





Karnataka Election Results 2023: કોંગ્રેસે હૈદરાબાદમાં બુક કરાવ્યા રિસોર્ટ

કર્ણાટકમાં કોંગ્રેસની પૂર્ણ બહુમતની સરકાર બની શકે છે. એ દરમિયાન કોંગ્રેસ તેની પાર્ટીને તૂટતી બચાવવાની તૈયારીમાં લાગી ગઇ છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ હૈદરાબાદમાં ઉમેદવારો માટે રિસોર્ટ બુક કરાવવામાં આવ્યાં છે.

Karnataka Election Results Live: હારમાંથી બોધપાઠ લઈને જીત તરફ આગળ વધીએ છીએ

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. ટ્રેન્ડ મુજબ કોંગ્રેસની સરકાર બની રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ નેતા અલકા લાંબાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ભૂતકાળમાં અમારી હારમાંથી અમે ઘણા પાઠ શીખ્યા છે. તેમાંથી બોધપાઠ લઈને આજે અમે વિજય તરફ આગળ વધી રહ્યા છીએ. આ માટે હું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી, કેસી વેણુગોપાલને અભિનંદન આપું છું.

Karnataka Election Results Live: મંદિર પહોંચ્યા કર્ણાટકના પૂર્વ સીએમ એચડી કુમાર સ્વામી

કર્ણાટક ચૂંટણી પરિણામો વચ્ચે પૂર્વ સીએમ અને જેડીએસ પ્રમુખ એચડી કુમારસ્વામીએ બેંગલુરુના એક મંદિરમાં પૂજા-અર્ચના કરી.

Karnataka Election Results Live: માત્ર એક લાઈન 'અમે ફરી સરકાર બનાવી રહ્યા છીએ'

કર્ણાટક ચૂંટણી પરિણામો પર બોલતા ભાજપના નેતા કાંતિ શેટ્ટીએ કહ્યું કે, અમને માત્ર એક વસ્તુ સાથે ફરીથી સત્તામાં આવવામાં કોઈ સંકોચ નથી.


Karnataka Election Results Live: જેડીએસ અને કોંગ્રેસે હાથ મિલાવ્યા - ભાજપના નેતા સદાનંદ ગૌડા

ભાજપના નેતા સદાનંદ ગૌડાએ બેંગલુરુમાં કહ્યું કે, કોઈપણ અંતિમ ચુકાદો આપવાનું ખૂબ જ વહેલું છે, 3-4 રાઉન્ડ પછી થોડી સ્પષ્ટતા થશે પરંતુ આ પણ અંતિમ નથી, દરેક તબક્કો કાંટાની ટક્કર છે કારણ કે અમારા વિપક્ષી પક્ષો (JDS અને કોંગ્રેસ) એકબીજા સાથે હાથ મિલાવ્યા છે.

Karnataka Election Results Live: બપોર સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થશે

ભાજપના પ્રવક્તા સૈયદ ઝફર ઈસ્લામે પ્રારંભિક વલણો પર કહ્યું, જુઓ અહીં નજીકની લડાઈ ચાલી રહી છે, તેને કોઈ એક દૃષ્ટિકોણથી જોઈ શકાય નહીં, જેમ જેમ દિવસ આગળ વધશે પરિસ્થિતિ સ્પષ્ટ થશે, અને અમે બહુમતીના આંકને સ્પર્શ કરીશું અને જીતીશું. હું સરકાર બનાવીશ.

Karnataka Election Results Live: લડાઈ અઘરી છે પણ સરકાર અમારી જ રહેશે

ભાજપના પ્રવક્તા સૈયદ ઝફર ઈસ્લામે શરૂઆતના વલણો પર કહ્યું, "અત્યારે અહીં નજીકની લડાઈ છે પરંતુ અંતે અમે સરકાર બનાવીશું."

Karnataka Elections 2023:વલણમાં હવે ભાજપની સેન્ચુરી

Karnataka Elections Result:કર્ણાટકમાં ટ્રેન્ડનું ચિત્ર ફરી બદલાયું છે. હવે ચિત્ર સાવ વિપરીત છે. ભાજપે ટ્રેન્ડમાં સદી ફટકારી છે. કોંગ્રેસનો આંકડો ઘટીને 100ની નીચે  આવી ગયો છે.

Karnataka Election Results Live: ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કર્યું ટ્વિટ

ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કર્ણાટક ચૂંટણી પરિણામને લઈ ટ્વિટ કર્યું છે.





Karnataka Election Results Live: કોંગ્રેસ 150થી વધુ સીટો જીતશે

કોંગ્રેસના નેતા જગદીશ શર્માએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ 150થી વધુ બેઠકો જીતવા જઈ રહી છે અને ભાજપ 40થી ઓછી બેઠકો પર આવી જશે.

Karnataka Election Results Live: કર્ણાટક માટે આજે મોટો દિવસ, ભાજપ જીતશે

હુબલીમાં, કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ કહ્યું, કર્ણાટક માટે આજનો દિવસ મોટો છે કારણ કે રાજ્ય માટે લોકોનો ચુકાદો આવવાનો છે. મને વિશ્વાસ છે કે ભાજપ પૂર્ણ બહુમતી સાથે જીતશે અને સ્થિર સરકાર આપશે.

Karnataka Election Results Live: કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળશે

કોંગ્રેસના નેતા અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયાના પુત્ર યતિન્દ્ર સિદ્ધારમૈયાએ કહ્યું, કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળશે અને કર્ણાટકમાં સરકાર બનાવશે. અમને વિશ્વાસ છે કે અમે અમારા દમ પર સરકાર બનાવીશું: 

Karnataka Election Results Live: મારી આશાઓને કોઈ ફરક પડતો નથી કારણ કે...

જેડી(એસ)ના વડા એચડી કુમારસ્વામીએ કહ્યું, "જો હું એક્ઝિટ પોલ મુજબ કહું તો, મારી અપેક્ષાઓ ખોટી નથી નથી કારણ કે એક્ઝિટ પોલ્સ પહેલાથી જ દર્શાવે છે કે ભાજપ-કોંગ્રેસની લડાઈ આ બે પક્ષો વચ્ચે છે, અને આ સૌથી વધુ સ્કોર કરશે.

Karnataka Election Results Live: પ્રથમ 2-3 કલાક રાહ જુઓ

કર્ણાટક ચૂંટણીમાં મતગણતરી પહેલા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં JD(S)ના નેતા કુમાર સ્વામીએ કહ્યું, પહેલા તમે આગામી 2-3 કલાક રાહ જુઓ. અત્યાર સુધી કોઈએ મારો સંપર્ક કર્યો નથી. એક્ઝિટ પોલ મુજબ મારી કોઈ ભૂમિકા નથી. પરંતુ આગામી 2 થી 3 કલાક સુધી રાહ જોવી પડશે. મારી કોઈ માંગ નથી, મારી પાર્ટી નાની છે, હું કોઈ માંગ કેવી રીતે કરી શકું.

Karnataka Election Results Live: ભાજપ જ સરકાર બનાવશે

ભાજપના નેતા ભાસ્કર રાવે મતગણતરી પહેલા આશા વ્યક્ત કરી છે કે ભાજપ એટલી બધી બેઠકો જીતશે કે તે રાજ્યમાં પોતાની સરકાર બનાવી શકે. તેમણે કહ્યું કે, કર્ણાટકની જનતાએ કોંગ્રેસ પાર્ટીના 30 વર્ષના શાસનમાં તેમની છેતરપિંડી જોઈ છે.

Karnataka Election Results Live: કોંગ્રેસ બહુમતી સાથે સરકાર બનાવશે

કોંગ્રેસના નેતા સલીમ અહેમદે કહ્યું કે અમે (કોંગ્રેસ) ફરી એકવાર બહુમત સાથે સરકાર બનાવીશું, અમને તેની ખાતરી છે. કર્ણાટકના લોકો પરિવર્તન શોધી રહ્યા છે, તેઓ ભાજપ સરકારથી કંટાળી ગયા છે.

Karnataka Election Results Live: છેલ્લા પાંચ વર્ષમાં સરકારે કંઈ કર્યું નથી.

કર્ણાટક ચૂંટણીના પરિણામો પહેલા કોંગ્રેસના નેતા સલીમ અહેમદે કહ્યું છે કે, કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે. અમે અમારા દમ પર સરકાર બનાવીશું. અમે પ્રથમ કેબિનેટમાં જે વચનો આપ્યા હતા તે અમે પૂર્ણ કરીશું. લોકો પરિવર્તન ઈચ્છતા હતા, ખેડૂતો બધા યુવાનોથી નારાજ હતા. છેલ્લા પાંચ વર્ષમાં નકામી સરકારે કંઈ કર્યું નથી. આ ભ્રષ્ટ સરકાર હતી.

બ્રેકગ્રાઉન્ડ

Karnataka Election Reaction Result Live:  કર્ણાટકમાં શનિવારે (13 મે)ના રોજ મતગણતરી થઈ રહી છે. સમગ્ર રાજ્યમાં મત ગણતરી માટે 36 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. થોડા સમય બાદ અહીં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થવાની છે. બુધવાર, 10 મેના રોજ 224 સભ્યોની રાજ્ય વિધાનસભા માટે મતદાન થયું હતું. રાજ્યમાં કયા રાજકીય પક્ષની સરકાર બનવા જઈ રહી છે તેનું ચિત્ર દિવસે સ્પષ્ટ થઈ જશે, કારણ કે આ સમયે મોટાભાગની મતગણતરી પૂર્ણ થઈ જશે.


કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર રાજ્યમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ખાસ કરીને દરેક મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદાન પહેલા રાજ્યમાં સત્તાધારી ભાજપ, કોંગ્રેસ, જેડીએસના નેતાઓએ જોરદાર પ્રચાર કર્યો હતો. પ્રચાર દરમિયાન થયેલા શાબ્દિક હુમલાની ગરમી ચૂંટણી પંચ સુધી પણ પહોંચી હતી.


ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના બજરંગબલીના વિવાદની ખૂબ ચર્ચા થઈ હતી. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સત્તા કબજે કરવાની મહત્વની લડાઈ જોવા મળી રહી છે. એક્ઝિટ પોલ્સ રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરી રહ્યા છે જેમાં કોંગ્રેસ અને જેડીએસ કિંગમેકર બની જશે.


મતગણતરી દરમિયાન પાર્ટીના મહત્વના નેતાઓએ પોતાના પ્રતિભાવ આપવાનું શરૂ કરી દીધું છે. તમામ રાજકીય પક્ષો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. મતદાન અને એક્ઝિટ પોલ પછી પણ તમામ મુખ્ય પક્ષો કોંગ્રેસ, ભાજપ, જેડીએસના નેતાઓએ તેમની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.


એક્ઝિટ પોલ બાદ નેતાઓની પ્રતિક્રિયા


મતદાન બાદ આવેલા એક્ઝિટ પોલના પરિણામોમાં કોંગ્રેસને કર્ણાટકમાં ધાર મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. બીજેપીને બીજા નંબર પર અને જેડીએસને ત્રીજા નંબર પર બતાવવામાં આવ્યું છે. આ ચૂંટણીઓમાં કોઈપણ પક્ષ બહુમતી મેળવી શક્યો નથી. રાજ્યમાં એકમાત્ર પક્ષ જેડીએસ કિંગમેકર તરીકે ઉભરી આવશે અને ત્રિશંકુ વિધાનસભાની અપેક્ષા છે.


બુધવાર (10 મે)ના રોજ મતદાન બાદ જાહેર કરાયેલા એબીપી ન્યૂઝ-સી-વોટર એક્ઝિટ પોલ અનુસાર, કોંગ્રેસને 100-112 બેઠકો, ભાજપને 83-95, જેડીએસને 21-29 અને અન્યને 2-6 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી.


કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે કર્ણાટક ચૂંટણીના એક્ઝિટ પોલ પર કહ્યું કે કોંગ્રેસ 146 સીટોનો આંકડો પાર કરશે. શિવકુમાર, જે કનકપુરા મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર હતા, તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામો તેમની પાર્ટીની તરફેણમાં આવશે. તેમણે કહ્યું કે એવી સ્થિતિ ક્યારેય નહીં આવે કે તેમને ગઠબંધનની જરૂર હોય.


કર્ણાટકના પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી બહુમતી મેળવવા જઈ રહી છે, એક્ઝિટ પોલ પણ કહી રહ્યા છે કે કોંગ્રેસ સત્તામાં આવવાની છે. તેમની પાસે વરુણ મતવિસ્તારમાંથી જીતવાની શક્તિ પણ હતી.


કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જનતા દળ (સેક્યુલર)ના નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે રામનગરમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં JDS પાર્ટી કિંગ બનશે અને કિંગમેકર નહીં.


કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કહ્યું કે અમને 200 ટકા ખાતરી છે કે બીજેપી પૂર્ણ બહુમતી સાથે ફરીથી સરકાર બનાવશે. અગાઉ પણ એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા.


 પરિણામ જોવા અહીં ક્લિક કરો

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.