રાંચી: ઝારખંડ હાઈકોર્ટે લાલુ યાદવને મોટો ઝટકો આપ્યો છે. તેમની જામીન અરજી પર સુનાવણી 27 નવેમ્બર સુધી ટાળી દીધી છે. ઝારખંડ હાઈકોર્ટમાં લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ દુમકા કોષાગારમાં કૌભાંડ મામલે જામીન અરજી પર સુનાવણી કરતા તેને 27 નવેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે. લાલુ પ્રસાદ યાદવ આ કેસમાં અડધી સજા ભોગવી ચૂક્યા છે, લાલુ પ્રસાદ દુમકા ટ્રેઝરી મામલે 42 મહિનાથી જેલમાં સજા ભોગવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, સીબીઆઈ આ સુનાવણીનો વિરોધ કરી રહી હતી. સુનાવણી દરમિયાન સીબીઆઈ એ હાઈકોર્ટ પાસ સમય માંગ્યો હતો. સીબીઆઈએ આ મામલે જામીન અરજી પર કાઉન્ટર એફિડેવિટ ફાઈલ કરવાની વાત કરતા કોર્ટ પાસે સમય માંગ્યો હતો. જેના કારણે હાઈકોર્ટે લાલુ યાદવની જામીન અરજી પર સુનાવણી 27 નવેમ્બર સુધી ટાળી દીધી છે. હાલમાં રાંચીના રિમ્સમાં લાલુ યાદવની સારવાર ચાલી રહી છે.
જામીન ન મળતા હવે આરજેડી સુપ્રીમો લાલુ યાદવને જેલમાં જ રહેવું પડશે. ઘાસચારા કૌભાંડના ચાર મામલામાં લાલુ યાદવને સજા મળી છે. જેમાં ચાઈબાસાના બે મામલે અને દેવધર મામલે જામીન મળી ચૂક્યા છે.