સોશિયલ મીડિયા પર તેના પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. એક વ્યક્તિએ ટ્વિટર પર વીડિયો શેર કરતા લખ્યું, 'જો તમે સામાન્ય માણસ છો તો તમે રેડ ઝોનમાં બાઈક અથવા કાર ન ચલાવી શકો. પરંતુ જો તમે કોઈ ધારાસભ્યના પુત્ર હો તો હાઈવે પર ઘોડેસવારી કરી શકો છો.'
કોરોના વાયરસ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. કર્ણાટકમાં અત્યાર સુધી 862 લોકો આ વાયરસની ચપેટમાં આવ્યા છે. જેમાંથી 31 લોકોના મોત થયા છે. 426 લોકોને સારવાર લીધા બાદ સ્વસ્થ થયા છે.
દેશભરમાં કોરોના સંક્રમણના કારણે મંગળવારે સવાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા70756 પર પહોંચી છે. 22454 સારવાર બાદ સ્વસ્થ થયા છે. કોરોના વાયરસની મહામારીને લઈને 25 માર્ચથી દેશમાં લોકડાઉન છે.