ઉલ્લેખનીય છે કે કર્ણાટકના વિધાનસભા અધ્યક્ષ કે.આર.રમેશ કુમારે ધારાસભ્યનો કાર્યકાળ સમાપ્ત થાય ત્યાં સુધી 14 અસંતુષ્ટ ધારાસભ્યોને તાત્કાલિક પ્રભાવથી અયોગ્ય ઠેરવ્યા હતા. જેમાં કૉંગ્રેસના 11 અને જેડીએસના ત્રણ ધારાસભ્ય છે. એચડી કુમાર સ્વામીની સરકારે પડી ગયા બાદ ભાજપના યેદુયરપ્પાએ સરકાર બનાવી હતી. આ પહેલા વિધાનસભા સ્પીકરે કુમારસ્વામીની સરકાર પડી ગયા બાદ કાર્યવાહી કરતા ત્રણ ધારાસભ્યને ગેરલાયક ઠેરવ્યા હતા.
હાલમાં ભાજપ પાસે એક અપક્ષ સહિત 105 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. 17 ધારાસભ્યનો ગેરલાયક ઠેરવ્યા બાદ વિધાનસભામાં કુલ 208 ધારાસભ્ય છે. કૉંગ્રેસના 66, જેડીએસના 34 ધારાસભ્ય છે. વિધાનસભાની વાસ્તવિક સંખ્યા 225 સભ્યોની છે અને બહુમત માટે 113 ધારાસભ્યોની જરૂર છે.