નવી દિલ્લી: સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદુરપ્પા તેમના પદથી રાજીનામું આપી શકે છે. રાજીનામા પાછળ વધતી જતી ઉંમર અને ખરાબ સ્વાસ્થ્યને કારણ ગણાવ્યું છે. જો કે યેદુરપ્પાએ વાતનો ઇન્કાર કર્યો છે અને રાજીનામાની વાત બિલકુલ સાચી ન હોવાનું નિવેદન આપ્યું છે.
એબીપીના ન્યુઝ સૂત્રથી જાણકારી મળી છે કે, વધતી જતી ઉંમર અને ખરાબ સ્વાસ્થ્યના કારણે તેમનું મુખ્યમંત્રી પદ પર બની રહેવું શક્ય નથી. શુક્રવારે તેમણે ખરાબ સ્વાસ્થ્ય અને વધતી જતી ઉંમરના કારણે પીએમ મોદી સાથેની મૂલાકાત દરિમયાન રાજીનામાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આજે તેઓ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી રહયાં છે. અહીં પણ તેમણે રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ કર્ણાટરના મુખ્યમંત્રી પદ માટે નવા નામ પર વિચારણા કરવા માટે ધારાસભ્યોની એક બેઠક મળશે,ત્યાં સુધી તેમને પદ પર બની રહેશે.
કોણ બનશે મુખ્યમંત્રી?
હવે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે, કોના નામ પર મુખ્યમંત્રી પદ માટે મોહર મૂકાશે. જોકે કે બે દિવસમાં મુખ્યમંત્રીનું નામ પણ નિશ્ચિત થઇ શકે છે. મુખ્યમંત્રીની રેસમાં સૌથી મોખરે નામ પ્રહલાદ જોશીનું છે.પ્રહલાદ જોશી મોદી કેબિનેટમાં મંત્રી છે. તે ઉતર કર્ણાટરના સાંસદ છે. પ્રહલાદ જોશી બાદ બીએલ જોશીનું નામ પણ ચર્ચામાં છે. જે બીજેપી રાષ્ટ્રીય સંગઠનના મંત્રી છે. છેલ્લા કેટલાક સમયથી તેમના કામની ફરિયાદ થઇ રહી છે. આ પહેલા બીજેપી પ્રભારી અરૂણ સિંહ કર્ણાટક ગયા હતા. આ સમયે તેમણે સીએમ યેદુરપ્પા અને અન્ય મંત્રીઓ સાથે પણ મુલાકાત કરી હતી.
2019માં યેદુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી બન્યાં
વર્ષ 2018માં કર્ણાટકમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી. જો કે ભાજપ તેના સીએમને ન હતા પસંદ કરી શક્યાં, મોદી સરકારના નેતૃત્વમાં બીજેપી કર્ણાટરમાં એક્ટિવ થઇ. કર્ણાટરમાં કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના રાજીનામા પડ્યાં. ત્યારબાદ 26 જુલાઇએ 2019માં બીએસ યેદુરપ્પા કર્ણાટકાના મુખ્યમંત્રી બન્યાં.
કર્ણાટકમાં કુલ 224 વિધાનસભાની બેઠક છે. 2018માં વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી 119 બેઠકોની સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી. જો કે બહુમતીથી થોડી ઓછી બેઠક મળી હતી. ત્યારે કોગ્રેસના 68 અને જેડીએસે 32 સીટ જીતી હતી. અન્યના ખાતામાં 2-2 સીટ આવી હતી.