કૉંગ્રેસ જેડીએસ સરકારને બહારથી સમર્થન આપનારા બસપાના ધારાસભ્ય મહેશનું કહેવું છે કે મારૂ સમર્થન સરકારને ચાલુ રહેશે. પરંતુ તેમણે એસસી, એસટી માટે વધારે ફંડ જોઈએ છે. 15 દિવસ પહેલા જ માયાવતીએ કહ્યું હતું કે તેઓ ગઠબંધન સાથે જ રહેશે.
કૉંગ્રેસના મંત્રીઓ બાદ હવે જેડીએસના મંત્રીઓએ પણ રાજીનામા આપી દિધા છે. કર્ણાટકમાં જલ્દી નવુ મંત્રીમંડળ બનાવવામાં આવી શકે છે. જેડીએસે પોતાના ધારાસભ્યોને એકજૂટ કરવા માટે 35 રૂમ બૂક કરાવ્યા છે. જ્યાં ધારાસભ્યોને રાખવામાં આવશે. આ રૂમ ત્રણ દિવસ માટે બૂક કરવામાં આવ્યા છે.
કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું જે પણ મુશ્કેલી છે તેનો હલ જલ્દી લાવવામાં આવશે. સરકાર પર કોઈ પણ પ્રકારનું સંકટ નથી, સરકાર એકદમ સારી રીતે ચાલશે.
કૉંગ્રેસ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ ટ્વિટ કરી તમામ ધારાસભ્યોને અપીલ કરી છે કે તેઓ પોતાના રાજીનામા પરત લે. સાથે જ તેમણે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ આરએસએસ ક્યારેય સંવિધાનનું સમ્માન નથી કરતા. ભાજપ સતત અમારી સરકારને પાડવાની કોશિશ કરે છે. તેમણે કહ્યું ભાજપ અમારા ધારાસભ્યોને ડરાવવાની કોશિશ કરી રહ્યું છે.