કર્ણાટકમાં સાથી MLA પર જીવલેણ હુમલો કરવાના આરોપી JN ગણેશની ગુજરાતમાં ક્યાંથી થઈ ધરપકડ ? જાણો વિગત
abpasmita.in | 20 Feb 2019 07:57 PM (IST)
બેંગલુરુઃ કર્ણાટકના કોંગ્રેસ ધારાસભ્ય આનંદ સિંહ પર જીવલેણ હુમલાના આરોપી ધારાસભ્ય જેએન ગણેશની કર્ણાટક પોલીસે ધરપકડ કરી લીધી છે. જાન્યુઆરીમાં બેંગલુરુના એક ઇગલટન રિસોર્ટમાં એમએલએ આનંદ સિંહ પર હુમલો કર્યા બાદ ગણેશ એક મહિનાથી ફરાર હતો. તેની ગુજરાતના સોમનાથથી ધરપકડ કરવામાં આવી હતી. કર્ણાટકના ગૃહમંત્રી એમબી પાટિલે જણાવ્યું કે, જેએન ગણેશની 2 વાગે સોમનાથથી ધરપકડ કરવામાં આવી છે. આજે સાંજે તેને બેંગલુરુ લાવવામાં આવશે. આવતીકાલે તેને રામનગર કોર્ટમાં રજૂ કરાશે. વાંચોઃ કર્ણાટકના ઈગલટન રિસોર્ટમાં કૉંગ્રેસના ધારાસભ્યો વચ્ચે મારામારી, જાણો વિગત કર્ણાટકના ઇગલટન રિસોર્ટમાં કોંગ્રેસના બે ધારાસભ્યો આનંદ સિંહ અને જેએન ગણેશ વચ્ચે માથાકૂટ થઈ હતી. ગણેશે આનંદ સિંહના માથામાં બોટલ મારી હતી. જેના કારણે તેમને બેંગલુરુની એક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ મુદ્દે ફરિયાદ નોંધાઈ હતી. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપ ખરીદી ન લે તેના ડરે ગુજરાત કોંગ્રેસે તેમના ધારાસભ્યનો ઇગલટન રિસોર્ટમાં રાખ્યા હતા.