આ પહેલા અયોધ્યા મામલે 29 જાન્યુઆરીએ થનારી સુનાવણી ટાળવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં જે પાંચ જજોની બેન્ચ આ મામલે સુનાવણી કરવાની હતી તેમાંથી એક સદસ્ય જસ્ટિસ એસ એ બોબડે તે દિવસે હાજર નહતા.
આતંકવાદ સામે ભારતને મળ્યો સાઉદી અરબનો સાથ, કહ્યું- અમે દરેક પ્રકારનો સહયોગ આપવા છીએ તૈયાર
નોંધનીય છે કે આ મામલે 10 જાન્યુઆરીએ પણ સુનાવણી થવાની હતી પરંતુ સુનાવણી દરમિયાન 5 જજોની બેન્ચમાં જસ્ટિસ યૂયૂ લલિતની હાજરી પર મુસ્લિમ પક્ષના વકીલે વાંધો ઉઠાવ્યો હતો. જેને લઇને જસ્ટિસ લલિતે પોતાને સુનાવણીથી અલગ કરી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે અયોધ્યોમાં જમીન વિવાદ વર્ષોથી ચાલી રહ્યો છે, અયોધ્યા વિવાદ હિંદૂ-મુસ્લિમ સમુદાય વચ્ચે તણાવનો મોટો મુદ્દો રહ્યો છે. અયોધ્યાની વિવાદિત જમીન પર રામ મંદિર હોવાની માન્યતા છે. અને માન્યતા છે કે વિવાદિત જમીન પર ભગવાનનો રામનો જન્મ થયો. હિંદુઓનો દાવો છે કે રામ મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે.