Karnataka : કર્ણાટકના તુમકુર જિલ્લાના પાવાગડા પાસે બસ પલટી જતા આઠ લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત (Karnataka Bus Accident) માં 25થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાં વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે અને ઘણાની હાલત નાજુક હોવાનું કહેવાય છે. જેમને બેંગ્લોરની જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. સાથે જ પોલીસ અને ઈમરજન્સી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે.






મંગળવારે વિજયનગરમાં ઘટી હતી દુર્ઘટના
આ પહેલા મંગળવારે જ રાજ્યના વિજયનગર જિલ્લામાં બનેવીકલ્લુ ખાતે એક વાહન પલટી ગયું હતું. નેશનલ હાઈવે 50 પર બનેલી આ ઘટનામાં 5 લોકોના મોત થયા છે અને 9 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ચાર મહિલાઓ પણ સામેલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે દુર્ઘટના થઈ ત્યારે મુસાફરો રામેશ્વરમ તરફ જઈ રહ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તે જ સમયે, અન્ય લોકો હોસ્પિટલ લઈ જતા માર્ગમાં મૃત્યુ પામ્યા હતા.


ગયા અઠવાડિયે પણ સર્જાયો હતો અકસ્માત
જણાવી દઈએ કે ગત સપ્તાહની શરૂઆતમાં રાજ્યના કલબુર્ગીમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કાર ઝાડ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર પાંચ લોકોના મોત થયા હતા. અકસ્માતનો ભોગ બનેલા તમામ મહારાષ્ટ્રના અહેમદનગરના રહેવાસી હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મુસાફરો ગંગાપુરના દત્તાત્રેય મંદિરથી પરત ફરી રહ્યા હતા.