Karnataka Election Result 2023: કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસે  બમ્પર જીત  મેળવી છે.  કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર ભાવુક થઈ ગયા અને કહ્યું કે તેઓ એ દિવસ નથી ભૂલ્યા જ્યારે સોનિયા ગાંધી તેમને જેલમાં મળવા આવ્યા હતા. આ દરમિયાન ડીકે શિવકુમારનું નિવેદન ચર્ચામાં છે, જે તેમણે એક્ઝિટ પોલ પછી તરત જ આપ્યું હતું. ડીકે શિવકુમારે એક્ઝિટ પોલ બાદ કહ્યું હતું કે કોંગ્રેસ 141 સીટો જીતશે. આ વાત સાચી પડતી દેખાઈ રહી છે. ચૂંટણી પંચના આંકડા મુજબ કોંગ્રેસ કુલ 136 બેઠકો પર જીત મેળવી છે. ભાજપે 65 બેઠકો પર જીત મેળવી અને જેડીએસ 19 બેઠકો પર જીત મેળવી છે. અન્યએ 4 બેઠકો પર જીત મેળવી છે.  


ડીકે શિવકુમારે શું કહ્યું ?


ડીકે શિવકુમારે એક્ઝિટ પોલ બાદ કહ્યું હતું કે મને ખાતરી છે કે કોંગ્રેસ 141 સીટો જીતશે. અમારા પક્ષમાં લહેર છે. આવી સ્થિતિમાં  મને એક્ઝિટ પોલ પર વિશ્વાસ નથી, આખરે તે એક્ઝિટ પોલ છે. તેમણે કહ્યું કે હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે અમારા સેમ્પલ સાઈઝ એક્ઝિટ પોલ કરતા મોટી છે. વાસ્તવમાં ચૂંટણી બાદ કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, પરંતુ મોટાભાગે તેને 110થી 130 સીટો આપવામાં આવી રહી છે.


ભાજપ અને JDSને કેટલી બેઠકો મળી ?


ચૂંટણી પંચે કહ્યું કે કર્ણાટક વિધાનસભાની 224 બેઠકોમાંથી ભાજપને 65 બેઠકો જીતી છે. જ્યારે જેડીએસે 19 સીટો જીતી છે. કોઈપણ પક્ષને બહુમત માટે 113 સીટોની જરૂર હોય છે.



સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિશે શું કહ્યું ?


કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે કહ્યું કે મેં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને ખાતરી આપી હતી કે અમે કર્ણાટક ચૂંટણી જીતીશું. અમે બેઠકમાં અમારી કાર્યવાહી નક્કી કરીશું. શિવકુમારે દાવો કર્યો કે સોનિયા ગાંધીએ તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને આ માટે તેમનો આભાર માન્યો. 


કનકપુરા બેઠક પરથી 9મી વખત ધારાસભ્ય


આ વખતે પણ તેઓ તેમની પરંપરાગત બેઠક કનકપુરાથી ચૂંટણી લડી રહ્યા હતા. પરંપરાગત બેઠક કારણ કે તેઓ અહીંથી 8 વખત ધારાસભ્ય ચૂંટાયા છે. કનકપુરામાં તેઓ આર અશોક સામે હતા, જેઓ ભાજપ સરકારમાં મહેસૂલ મંત્રી હતા. જેમને તેણે હરાવ્યા છે. બધાની નજર આ સીટ પર ટકેલી હતી. આ વખતે કોંગ્રેસ 22 વર્ષ પછી કર્ણાટકમાં સત્તામાં આવશે. કર્ણાટકમાં કોંગ્રેસે સરકાર બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.