Karnataka Assembly Election Results 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ભાજપને આંચકો આપ્યો છે. રાજ્યમાં આઠ જિલ્લા એવા છે જ્યાં ભાજપે એક પણ બેઠક જીતી નથી. આ જિલ્લાઓમાં ચામરાજનગર, માંડ્યા, બેલ્લારી, ચિકમગલુર, કોલાર, રામાનગર, કોડગુ અને યાદગિરનો સમાવેશ થાય છે. આ આઠ જિલ્લામાં કુલ 37 વિધાનસભા બેઠકો છે, જેમાંથી 30 કોંગ્રેસે જીતી છે. 6 સીટો જેડીએસ અને એક સીટ સર્વોદય કર્ણાટક પક્ષે જીતી છે.


જિલ્લાવાર વિધાનસભા બેઠકના પરિણામો


ચામરાજનગર જિલ્લામાં 4 વિધાનસભા બેઠકો છે. જેમાં કોલ્લેગલ, ચામરાજનગર, ગુંડલુપેટ અને હનૂરમાં જેડીએસને કોંગ્રેસે જીત મેળવી છે.  માંડ્યા જિલ્લામાં 7 વિધાનસભા બેઠકો છે. આમાં કોંગ્રેસે મલવલ્લી, મદ્દુર, મંડ્યા, શ્રીરંગપટના અને નાગમંગલામાં જીત મેળવી છે. કૃષ્ણરાજપેટમાં જેડીએસ અને મેલુકોટમાં સર્વોદય કર્ણાટક પક્ષની જીત થઈ છે.


બેલ્લારીમાં 5 વિધાનસભા મતવિસ્તાર છે - કમ્પલી, સિરુગુપ્પા, બેલ્લારી, બેલ્લારી સિટી અને સેંદુર. આ તમામ બેઠકો કોંગ્રેસે જીતી છે.  


ચિકમગલુર જિલ્લામાં 5 વિધાનસભા મતવિસ્તાર છે. શ્રુંગેરી, મુદિગેરે,  ચિકમંગલુર, તરીકેરે અને કદૂરમાં તમામ બેઠકો કોગ્રેસે જીતી છે. કોલાર જિલ્લામાં 6 વિધાનસભા મતવિસ્તાર છે. જેમાં કોલાર ગોલ્ડ ફિલ્ડ, કોલાર, બંગારપેટ અને મલુરમાં કોંગ્રેસે જીત મેળવી છે. સાથે જ શ્રીનિવાસપુર અને મુલબગલમાં JDSનો વિજય થયો છે. રામનગર જિલ્લામાં 4 વિધાનસભા બેઠકો છે. આમાં કોંગ્રેસે મગડી, રામાનગર અને કનકપુરામાં જીત મેળવી છે, જ્યારે જીડીએસને ચન્નાપટનામાં જીત મળી છે. કોડાગુ જિલ્લામાં 2 વિધાનસભા મતવિસ્તાર છે - મદિકેરી અને વિરજપેટ. કોંગ્રેસે બંને પર જીત નોંધાવી છે. યાદગીર જિલ્લામાં 4 વિધાનસભા બેઠકો છે. જેમાં શોરાપુર, શાહાપુર અને યાદગીરમાં કોંગ્રેસ અને ગુરમિતકલમાં જેડીએસનો વિજય થયો છે.


 


કર્ણાટક પરિણામો


શનિવારે (13 મે) રાત્રે 9:20 વાગ્યે ચૂંટણી પંચના આંકડાઓ અનુસાર 223 સીટો પર જીત અને હાર નક્કી થઈ ગઈ છે. તેમાંથી કોંગ્રેસે 135 બેઠકો જીતી છે અને તે 1 બેઠક પર આગળ છે. ભાજપે 65 સીટો જીતી છે અને જેડીએસ માત્ર 19 સીટો જીતી શકી છે. કોંગ્રેસને 42.9 ટકા, ભાજપને 36 ટકા અને જેડીએસને 13.3 ટકા વોટ મળ્યા હતા.


અમિત શાહે શું કહ્યુ?



કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કારમી હાર મળી છે. આ પરિણામો પછી ગૃહમંત્રી અને બીજેપી નેતા અમિત શાહે ટ્વીટ કર્યું કે  આટલા વર્ષો સુધી ભાજપને સેવા કરવાની તક આપવા બદલ હું કર્ણાટકના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ કર્ણાટકના લોકોના કલ્યાણ અને વિકાસ માટે સતત પ્રયાસો કરતું રહેશે.