કર્ણાટક ચૂંટણી પરિણામ: કોગ્રેસના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ચામુંડેશ્વરી બેઠક પરથી પાછળ
abpasmita.in | 15 May 2018 09:22 AM (IST)
બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આ ચૂંટણીમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, બીજેપીના મુખ્યમંત્રીના ઉમેદવાર યેદિયુરપ્પા, જેડીએસ નેતા કુમારસ્વામી, જી જનાર્દન રેડ્ડીના ભાઇ સહિત તમામ મોટા ચહેરાના પ્રતિષ્ઠા દાવ પર હતી. શરૂઆતના વલણો પર નજર નાખીએ તો કોગ્રેસના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ચામુંડેશ્વરી બેઠક પર પાછળ છે. આ બેઠક પર જેડીએસના ઉમેદવાર આગળ છે. જ્યારે સિદ્ધારમૈયા અન્ય બેઠક બાદામી પર આગળ છે. -શિકારીપુરાથી બીજેપીના મુખ્યમંત્રી ઉમેદવાર યેદિયુરપ્પા આગળ છે. -રામાનગરા સીટ પરથી જેડીએસ નેતા કુમારસ્વામી આગળ છે. -બાદામી બેઠક પરથી સિદ્ધારમૈયા આગળ, બીજેપીના શ્રીરામુલુ પાછળ છે. સિદ્ધારમૈયા બે બેઠક પરથી ચૂંટણી લડી હતી.