Karnataka Government Formation: કર્ણાટકના નવા મુખ્યમંત્રીના નામને લઈને સસ્પેન્સ દિવસેને દિવસે વધી રહ્યું છે. મંગળવારે પણ મુખ્યમંત્રી પદને લઈને બેઠક યોજાઇ હતી. પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર બંને દિલ્હીમાં હાજર છે અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે મંગળવાર સાંજ સુધીમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે, પરંતુ હવે સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે જાહેરાત આજે થશે નહીં.






પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે મંગળવાર સાંજ સુધીમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે, પરંતુ હવે સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે આજે જાહેરાત કરાશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર આવતીકાલે સીએમના નામની જાહેરાત થઈ શકે છે. આ જાહેરાત દિલ્હીમાં નહીં પરંતુ બેંગલુરુમાં કરવામાં આવશે.


મંગળવારે દિવસની શરૂઆતમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે રાહુલ ગાંધી સહિત પક્ષના ઘણા વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરી હતી. તેમના અને રાહુલ ગાંધી ઉપરાંત, પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અને કર્ણાટકના પ્રભારી રણદીપ સુરજેવાલાએ ખડગેના નિવાસસ્થાને આયોજિત બેઠકમાં હાજરી આપી હતી. ખડગેને મળ્યા પહેલા શિવકુમારે કહ્યું હતું કે કેટલાક લોકો અફવા ફેલાવી રહ્યા છે કે હું રાજીનામું આપી રહ્યો છું. આ સાચું નથી, બકવાસ છે. કોંગ્રેસ પાર્ટી મારી માતા છે. અમારા તમામ ધારાસભ્યો અમારી સાથે છે.


ખડગે રાહુલ અને સોનિયા ગાંધીની સલાહ લેશે


આ પહેલા સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પાર્ટીના ત્રણેય નિરીક્ષકો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી, પરંતુ કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો. તમામ નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ ખડગે હવે અંતિમ નિર્ણય માટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે ચર્ચા કરશે. રાજ્યની 224 સભ્યોની વિધાનસભાની 10 મેની ચૂંટણીમાં કોંગ્રેસે 135 બેઠકો જીતી હતી, જ્યારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ 66 અને જનતા દળ (સેક્યુલર) 19 બેઠકો જીતી હતી.