Karnataka HC On KGF Copyright Case: કર્ણાટક હાઈકોર્ટે હિટ ફિલ્મ 'KGF ચેપ્ટર-2' ના મ્યૂઝિકના કથિત કોપીરાઈટ ઉલ્લંઘન કેસમાં કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધી, જયરામ રમેશ અને સુપ્રિયા શ્રીનેત સામે દાખલ કરવામાં આવેલી FIRને રદ કરવાનો ઇનકાર કર્યો છે. જસ્ટિસ એમ. નાગપ્રસન્નાએ બુધવારે (29 જૂન) કોંગ્રેસના ત્રણ નેતાઓની અરજીને ફગાવી દેતા આ ચુકાદો આપ્યો હતો.


કોપીરાઈટ ઉલ્લંઘન અંગેની ફરિયાદ લહરી મ્યૂઝિકની પેટાકંપની એમઆરટી મ્યૂઝિકના એમ. નવીન કુમારે બેંગલુરુના યશવંતપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ 'ભારત જોડો યાત્રા'ના પ્રમોશનલ વિડિયોમાં ફિલ્મના સંગીતનો ઉપયોગ કર્યો છે, જ્યારે આ મ્યૂઝિક પર તેમનો કોપીરાઇટ છે.






આ કલમો હેઠળ કેસ નોંધાયેલ છે


સિંગલ બેન્ચે અરજીને ફગાવી દેતા પોતાના આદેશમાં કહ્યું હતું કે, "એવું લાગે છે કે અરજદારોએ પરવાનગી વિના 'સોર્સ કોડ' સાથે ચેડા કર્યા છે, જે નિઃશંકપણે કંપનીના કોપીરાઈટનું ઉલ્લંઘન કરશે." એવું લાગે છે કે અરજદારોએ કંપનીના કોપીરાઈટને હળવાશથી લીધી છે. તેથી પ્રાથમિક દૃષ્ટિએ આ તમામને તપાસમાં પુરાવા તરીકે નકારી કાઢવા જોઈએ.


આ એફઆઈઆર ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી) સેક્શન-34 (સામાન્ય ઈરાદા સાથે ફોજદારી અધિનિયમ) કલમ 120-બી (ગુનાહિત કાવતરું), કલમ- 403 (મિલકતનો અપ્રમાણિક દુરુઉપયોગ), કલમ 465 (બનાવટ) અને કોપીરાઈટ એક્ટની કલમ 33 અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 66 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.


કોંગ્રેસના નેતાઓએ આપેલી દલીલ


જેના પર કોર્ટમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આ મામલો કોપીરાઈટ ઉલ્લંઘન સાથે સંબંધિત છે, પરંતુ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પોલીસે તરત જ એફઆઈઆર નોંધી હતી. કોમર્શિયલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટને "ફ્રીઝ" કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ કોંગ્રેસે સોશિયલ મીડિયા પરથી સંબંધિત વીડિયો હટાવવાની ગેરન્ટી આપ્યા બાદ હાઇકોર્ટે એકાઉન્ટને "ફ્રીઝ કરવા" સંબંધિત ઓર્ડરને ફગાવી દીધો હતો.