નવી દિલ્હીઃ કર્ણાટકે લોકડાઉન 4ને લઈ ગાઇડલાઇન જાહેર કરી છે. રાજ્યના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ જણાવ્યું, કર્ણાટરમાં માત્ર રાજ્ય પરિવહન નિગમની બસો અને ખાનગી બસો ચાલશે. કન્ટેનમેંટ ઝોનમાં લોકડાઉનનું કડક પાલન કરાવામાં આવશે અને અન્ય વિસ્તારોમાં આર્થિક ગતિવિધિને મંજૂરી અપાશે. રવિવારે સમગ્ર રાજ્યમાં લોકડાઉન રહેશે.


તેમણે એમ પણ કહ્યું કે, તમામ દુકાનો ખોલવાની મંજૂરી હશે. તમામ ટ્રેનોને રાજ્યની અંદર ચલાવવાની મંજૂરી અપાશે. કર્ણાટકના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ, આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 84 નવા મામલા સામે આવ્યા છે. મૃતકોની સંખ્યા 37 પર પહોંચી છે.

યેદીપુરપ્પાએ એમ પણ કહ્યું કે, તેઓ ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડુમાંથી આવતા લોકોને 31 મે સુધી રાજ્યમાં પ્રવેશ નહીં આપે.


કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગઈકાલે લોકડાઉન 4ની ગાઈડલાઈન જાહેર કરી હતી. લોકડાઉન 4માં વિમાન સેવા, રેલવે, સ્કૂલ-કૉલેજ હોટલ રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, જિમ બંધ રહેશે. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને સ્ટેડિયમ ખુલશે પરંતુ તેમાં કઈ દર્શકો નહી હોય. ધાર્મિક અને રાજકીય આયોજનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગાઈડ લાઈનમાં કહેવામાં આવ્યું છે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવવા જવા છૂટછાટ આપવામાં આવી છે. મેડિકલ સ્ટાફને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટેની છૂટછાટ આપવામાં આવી છે.