કર્ણાટક: નાગરીકતા કાયદાનો બેંગલુરૂમાં ઉગ્ર વિરોધ, બેનર સાથે મોટી સંખ્યામાં જોડાયા લોકો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Jan 2020 07:23 PM (IST)
નાગરીકતા કાયદાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ઘણા રાજ્યોમાં હજુ પણ વિરોધ પ્રદર્શનો યથાવત છે.
બેંગલુરૂ: નાગરીકતા કાયદાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ઘણા રાજ્યોમાં હજુ પણ વિરોધ પ્રદર્શનો યથાવત છે. કર્ણાટકના બેંગલુરૂમાં ટાઉન હોલની બહાર CAA અને NRCના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. નાગરિકતા કાયદાની વિરૂદ્ધમા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં લોકો હાથમાં ભારતીય ઝંડો અને સીએએ તથા એનઆરસીના વિરોધમાં પોસ્ટર લઇને પહોંચ્યા હતા. પ્રદર્શનકારીઓએ નાગરિકતા કાયદા સામે વિરોધ નોંધાવ્યો હતો. આ પહેલા પણ કર્ણાટકમાં નાગરીકતા સુધારા કાયદાને લઇને વિરોધ પ્રદર્શન થયા હતા. જેમાં મેંગ્લોરમાં હિંસા ભડકી ઉઠી હતી પ્રદર્શનકારીઓએ પોલીસ ચોકીને નિશાન બનાવવાનો પ્રયાસ કરતા પોલીસ ફાયરિંગમાં બે લોકોનો મોત નિપજ્યા હતા.