Karnataka Government Employees: કર્ણાટક સરકારે મંગળવારે (30 મે) સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાના દર હાલના 31 ટકાથી વધારીને 35 ટકા કર્યા છે. આ નિર્ણય 1 જાન્યુઆરી, 2023 થી અમલી માનવામાં આવશે. બેઝિક પેન્શન અથવા ફેમિલી પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે.


આ સહાયતા   શૈક્ષણિક સંસ્થાઓમાં તે પેન્શનરોને પણ લાગુ પડશે, જેમનું પેન્શન/કુટુંબ પેન્શન રાજ્યના સંકલિત ભંડોળમાંથી આપવામાં આવે છે'. એક સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સરકારને એ જણાવતા આનંદ થાય છે કે 2018ના સુધારેલા પગારધોરણ મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થાના દર 1 જાન્યુઆરી, 2023થી 31 ટકાથી વધારીને 35 ટકા કરવામાં આવ્યા છે. 


આ કર્મચારીઓને લાગુ પડશે


સરકારે કહ્યું કે આ આદેશ પૂર્ણ સમયના સરકારી કર્મચારીઓ, જિલ્લા પંચાયતના કર્મચારીઓ, ફિક્સ પગાર પર કામ કરતા ઈન્ચાર્જ કર્મચારીઓ, સહાયિત શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના પૂર્ણ-સમયના કર્મચારીઓને લાગુ પડશે.



'5 ગેરંટી'ના અમલ માટે બેઠક


આ પહેલા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સોમવારે '5 ગેરંટી'ના અમલીકરણ અંગે અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં નાણાં, વાહનવ્યવહાર, અન્ન અને નાગરિક પુરવઠા, ઉર્જા અને અન્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓને પાંચ ગેરંટીના અમલ માટે રિપોર્ટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું.


કર્ણાટક કેબિનેટની બેઠક 1 જૂને


કૉંગ્રેસના વચનોને અમલમાં મૂકવા માટે ગુરુવારે (1 જૂન) કર્ણાટક કેબિનેટની બેઠક યોજાવા જઈ રહી છે. કર્ણાટક સીએમઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સીએમ સિદ્ધારમૈયા બુધવારે (31 મે) ના રોજ તમામ મંત્રીઓ સાથે પાંચ ગેરંટી યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા કરશે. 1 જૂનના રોજ મળનારી કેબિનેટ બેઠકમાં 5 ગેરન્ટી અંગે સત્તાવાર નિર્ણય લેવામાં આવશે.