બેંગલુરુઃ કોરોના સંક્રમણને જોતા 25 મેથી દેશભરના તમામ મંદિરો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બે મહિના કરતા પણ વધારે સમયથી મંદિરો બંધ છે. આ દરમિયાન કર્ણાટક સરકારે મંદિરના કપાટ ખોલવાનો નિર્ણય કર્યો છે.

ભાજપ શાસિત રાજ્ય કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું, અમે 31 મે બાદ મંદિરો, મસ્જિદો, ચર્ચ સહિતના તમામ ધર્મસ્થાન ખુલ્લાં મૂકવાનો નિર્ણય કર્યો છે.  મંગળવારે કર્ણાટકના મંત્રી કે. શ્રીનિવાસ પુજારીએ કહ્યું હતું કે, રાજ્યમાં મંદિર 1 જૂનથી જનતા માટે ખોવામાં આવશે. આ માટે 31 મે સુધીમાં નિયમોની જાણકારી આપવામાં આવશે.


શ્રીનિવાસ પુજારીએ કહ્યું હતું કે, રાજ્યના 52 મંદિરોમાં ઓનલાઈન સેવા બુકિંગ શરૂ થશે. અમે મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો અને મેળાવડાને મંજૂરી નહીં આપીએ. મંદિરના પૂજારીઓ તથા ભક્તો મંદિર ખોલવાની માંગ કરી રહ્યા હતા, જેબાદ સરકારે આ ફેંસલો લીધો છે.