Karpuri Thakur Unknown Stories: 24 જાન્યુઆરીએ બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરની 100મી જન્મજયંતિ છે. અગાઉ મોદી સરકારે બે વખત બિહારના સીએમ રહી ચૂકેલા કર્પૂરી ઠાકુરને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. બિહાર જેવા રાજ્યની બે વખત સત્તા સંભાળી હોવા છતાં તેમણે ક્યારેય પોતાની સાદગી છોડી નથી. તેમના સાદગીભર્યા જીવનની અનેક વાતો બિહાર સહિત દેશના રાજકારણમાં અવારનવાર ચર્ચામાં રહી છે.


કર્પૂરી ઠાકુર સાથે જોડાયેલા કેટલાક લોકોનું કહેવું છે કે જ્યારે તેઓ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના બનેવી તેમની પાસે નોકરી માટે ગયા હતા અને તેમને નોકરીની ભલામણ કરવા કહ્યુ હતું. તેમની વાત સાંભળીને કર્પૂરી ઠાકુર ગંભીર થઈ ગયા ત્યાર પછી તેમણે ખિસ્સામાંથી 50 રૂપિયા કાઢીને તેમને આપ્યા અને કહ્યું, 'જાવ, અસ્ત્રો ખરીદી લો અને ધંધાની શરૂઆત કરો.'


દેવીલાલે કહ્યું, પાંચ-દસ હજાર રૂપિયા માંગે તો આપી દેજો.


ઉત્તર પ્રદેશના અગ્રણી નેતા હેમવતી નંદન બહુગુણાએ તેમના સંસ્મરણોમાં કર્પૂરી ઠાકુરની સાદગીને ખૂબ સારી રીતે વર્ણવી છે. બહુગુણા લખે છે, 'કર્પૂરી ઠાકુરની આર્થિક કટોકટી જોઈને હરિયાણાના મુખ્યમંત્રી દેવીલાલે પટનામાં તેમના એક હરિયાણી મિત્રને કહ્યું હતું - જો કર્પૂરીજી ક્યારેય તમારી પાસે પાંચ-દસ હજાર રૂપિયા માંગે, તો તેને આપજો, તે મારા પર ઋણ રહેશે, બાદમાં દેવીલાલે તેમના મિત્રને ઘણી વાર પૂછ્યું - ભાઈ કર્પૂરીજીએ કંઈક માંગ્યું. દર વખતે મિત્રનો જવાબ હતો - ના સાહેબ, તે કંઈ માંગતા નથી.


જ્યારે ધારાસભ્યએ જમીન લેવાનું કહ્યું તો કર્પૂરી ઠાકુરે  ના પાડી હતી.


70ના દાયકામાં સરકાર પટનામાં ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોના ખાનગી રહેઠાણો માટે સસ્તા દરે જમીન આપતી હતી. કર્પૂરી ઠાકુરની પોતાની પાર્ટીના કેટલાક ધારાસભ્યોએ તેમને તેમના નિવાસસ્થાન માટે જમીન લેવા કહ્યું તો તેમણે સ્પષ્ટ ના પાડી. તે સમયના એક ધારાસભ્યએ પણ તેમને કહ્યું હતું કે જમીન લઈ લો, નહીં તો હવે તમે નહીં રહે તો તમારા બાળકો ક્યાં રહેશે? કર્પૂરી ઠાકુરે કહ્યું કે તેઓ તેમના ગામમાં જ રહેશે.


થોડા સમય માટે MLA પાસે જીપ માંગી


આ 80ના દાયકાની વાત હતી. બિહાર વિધાનસભાની બેઠક ચાલી રહી હતી. કર્પૂરી ઠાકુર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા. તેમણે પોતાના જ પક્ષના એક ધારાસભ્યને એક ચિઠ્ઠી મોકલી અને થોડીવાર માટે તેમની જીપ માંગી. તેઓને જમવા માટે નિવાસસ્થાને જવાનું હતું. ધારાસભ્યએ આ જ નોટ પર લખ્યું, 'મારી જીપમાં તેલ નથી. કર્પૂરી બે વખત મુખ્યમંત્રી રહ્યા હતા. તમે કાર કેમ નથી ખરીદતા?'


કર્પૂરીના ઘરની હાલત જોઈને બહુગુણા રડી પડ્યા.


એક વખત નાયબ મુખ્યમંત્રી અને બે વાર મુખ્યમંત્રી રહ્યા હોવા છતાં કર્પૂરી ઠાકુર રિક્ષામાં મુસાફરી કરતા હતા કારણ કે તેમની વાજબી આવક તેમને કાર ખરીદવા અને તેનો ખર્ચ ઉઠાવવા જેટલી નહોતી. ર્પૂરી ઠાકુરના મૃત્યુ પછી અવિભાજિત ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમત્રી હેમવંતી નંદન બહુગુણાએ તેમના ગામની મુલાકાત લીધી. કર્પૂરી ઠાકુરની પૈતૃક ઝૂંપડી જોઈને બહુગુણા રડી પડ્યા. કર્પૂરી ઠાકુર 1952 થી સતત ધારાસભ્ય રહ્યા પરંતુ તેમણે પોતાના માટે ઘર પણ બનાવ્યું ન હતું. તેમજ કોઈ જમીન ખરીદી નહોતી.