નવી દિલ્હી: શ્રી ગુરુનાનક દેવજીના 550માં પ્રકાશ પર્વ પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. આઝાદી મળવાના લગભગ સાત દાયકા બાદ સિખ શ્રદ્ધાળુ પાકિસ્તાન સ્થિત ઐતિહાસિક ગુરુદ્વારા કરતારપુર સાહિબમાં માથુ ટેકવી શકશે. જે ભારતના પંજાબમા ડેરા બાબા નાનક ગુરુદ્વારાને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં નારોવાલ સ્થિત જિલ્લાના કરતારપુર સ્થિત દરબાર સાહિબ સાથે જોડશે. આ તરફ પાકિસ્તાન તરફથી પ્રધાનમંત્રી ઈમરાન ખાન કોરિડોરનુ લોકાર્પણ કરશે.




પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અમૃતસર એરપોર્ટ પહોંચી ગયા છે. પીએમ મોદી ગુરદાસપુર જિલ્લામાં સ્થિત ડેરા બાબા નાનક ગુરૂદ્વારાથી શ્રદ્ધાળુઓના પ્રથમ જથ્થાને કરતારપુર સાહિબ ગુરૂદ્વારાના માટે રવાના કરશે.

ઉદઘાટન પહેલા પીએમ મોદ સુલ્તાનપુર લોધી પહોંચી ગુરુદ્વારા બેર સાહેબમાં માથુ ટેકવશે. પીએમ મોદી ત્યારબાદ ડેરા નાનક જશે. પ્રધાનમંત્રીના કાર્યક્રમને જોતા પંજાબ પોલિસે સુરક્ષા વ્યવસ્થાનો પૂરતો બંદોબસ્ત કર્યો છે.

તમને જણાવી દઈએ કે સુલ્તાનપુર લોધી એ જગ્યા છે જ્યાં ગુરુ નાનકદેવજીએ પોતાના જીવનના ઘણી મહત્વપૂર્ણ વર્ષ પસાર કર્યા હતા. અહીં બેરીના વૃક્ષ નીચે તેમણે તપસ્યા કરી હતી ત્યારબાદ તે કરતારપુર સાહિબ ગયા હતા. દેશ અને દુનિયાભરમાંથી લાખો લોકો સુલ્તાનપુર લોધી પહોંચી રહ્યા છે. અહીં 4થી 12 નવેમ્બર સુધી એસજીપીસી અકાલ તખ્ત અને પંજાબ સરકારે ગુરુ નાનકજી ઉપર ઘણા કાર્યક્રમ રાખ્યા છે.