ચેન્નઈ: તામિલનાડૂના પૂર્વ મુખ્યમંત્રી અને દ્રવિડ મુનેત્ર કડગમ ડીએમકે નેતા એમ કરૂણાનિધિની તબિયત વધારે ખરાબ થવાના કારણે તેમને ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ પહેલા તેમની સારવાર ગુરૂવારથી તેમના નિવાસ સ્થાને કરવામાં આવી રહી હતી. હોસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવેલા સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું કે કરૂણાનિધિના બ્લડપ્રેશરમાં ઘટાડો થયો છે જેના કારણે તેની તબિયત વધારે ખરાબ થઈ છે. પરંતુ હવે બ્લડપ્રેશર નોર્મલ જણાવવામાં આવી રહ્યું છે. હાલ તેઓને આઈસીયૂમાં રાખવામાં આવ્યા છે.જ્યાં ડૉક્ટરો તેમને મોનિટર કરી રહ્યા છે.
કરૂણનીધિ બિમાર પડતાં જ પાર્ટીના અનેક કાર્યકર્તાઓ તેમના ઘરે પહોચી ગયા હતા. જો કે કરૂણાનીધિના પૂત્ર સ્ટાલિને કહ્યું કે તેમની તબિયતમાં સુધારો આવ્યો છે અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપિલ કરી છે.
ગઈકાલના કાવેરી હોસ્પિટલના મેડિકલ બુલેટિનના જણાવ્યા અનુસાર વધતી જતી ઉમરના કારણે જ કરુણાનિધિની તબિયત લથડી છે. તેમને વારંવાર તાવ આવે છે. આ ઉપરાંત તેમને યુરિનમાં ઈન્ફેકશન થયું છે. કરૂણાનિધિના ખબર અંતર પૂછવા માટે પનીરસેલ્વમ અને કમલ હાસન સહિતના અન્ય નેતાઓ ગયા હતા. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પણ તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાથર્ના કરી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, એમ કે સ્ટાલિન અને કનિમોઝી સાથે વાત કરી. તેમને કરૂણાનિધિની તબીયત વિશે પુછ્યું. હું કરૂણાનિધિના જલ્દી સ્વસ્થ થવાની મંગલકામના કરુ છું.