નવી દિલ્હીઃ એક્ટરમાંથી નેતા બનેલા બીજેપી સાંસદ સની દેઓલે હવે એક ખાસ કાર્યક્રમમાં હાજરી આપીને ચર્ચામાં આવ્યો છે. સની દેઓલે પંજાબમાં બટાલાની એક કૉલેજમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી અને વિદ્યાર્થીનીઓ સાથે ઠુમકા લગાવ્યા હતા, આનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.

બૉલીવુડના મોટો એક્ટર અને પંજાબની ગુરુદાસપુર બેઠક પરથી બીજેપી સાંસદ સની દેઓલ હાલ ચર્ચામાં છે. એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે પ્રમાણે તે બટાલાની કૉલેજ ફંક્શનમાં વિદ્યાર્થીનીઓ અને ટીચર્સની વચ્ચે પોતાની ફેમસ ફિલ્મ ગદરના એક ગીત પર ઠુમકા લગાવી રહ્યો છે. આ વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઇએ પણ શેર કર્યો છે.


સની દેઓલએ ડાન્સ બાદ કૉલેજ કાર્યક્રમમાં પોતાનુ ભાષણ પણ આપ્યુ હતુ. અહીં આપેલા ભાષણમાં પણ સનીને રોમાંચક અંદાજ જોવા મળ્યો હતો. પોતાની હીટ ફિલ્મ દામિનીનો લોકપ્રિય ડાયલૉગ 'તારીખ પર તારીખ' પણ બધાને સંભળાવ્યો હતો.


ઉલ્લેખનીય છે કે, સની દેઓલે 2019માં બીજેપીની ટિકીટ પર પંજાબની ગુરુદાસપુર બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટણી લડી હતી, અને જીત પણ મેળવી હતી. હાલ પોતાના વિસ્તારમાં ખુબ એક્ટિવ દેખાઇ રહ્યો છે.