વારાણસી: વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. નવા ડ્રેસ કોડ મુજબ મંદિરમાં કાશી વિશ્વનાથને સ્પર્શ દર્શન કરવા માટે પુરૂષોએ ધોતી-કુર્તા અને મહિલાઓએ સાડી પહેરવી પડશે. આ પરંપરાગત વસ્ત્રો પહેર્યા બાદ જ કાશી વિશ્વનાથને સ્પર્શ કરી શકાશે.

કાશી વિશ્વાનાથ મંદિરમાં નક્કી કરેલી વ્યવસ્થા મુજબ હવે જિન્સ, પેન્ટ, શર્ટ અને શૂટ પહેરીનો લોકો દર્શન તો કરી શકશે પરંતુ તેમને સ્પર્શ દર્શન કરવાની પરવાનગી નહી મળે.

કાશી વિશ્વનાથ મંદિરમાં સ્પર્શ દર્શન માટે ડ્રેસ કોડ લાગુ કરવાની સાથે-સાથે સ્પર્શ દર્શનની સમય મર્યાદ પણ વધારવામાં આવી રહી છે. આ નિર્ણય રવિવારે મંદિર પ્રશાસન અને કાશી વિદ્વત પરિષતના વિદ્વાનોની મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો.

મંદિર તરફથી આ સંબંધમાં કોઈ તારીખની જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ આશા છે કે આ ડ્રેસ કોડ સિસ્ટમ આ વર્ષે જ શિવરાત્રીથી પાલન થવા લાગશે.