શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં પોલીસ અને સીઆરપીએફની એક પાર્ટી પર આતંકી હુમલો થયો છે, જેમાં એક પોલીસકર્મીનું મોત થયું છે, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે.


પોલીસે જણાવ્યું કે આતંકિઓ પુલવામાં પ્રીચૂ વિસ્તારમાં એક નાકા પર ફાયરિંગ કર્યું, જેમં બે પોલીસકર્મીને ગોળી લાગી હતી. બંને પોલીસકર્મીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં એક જવાનનું મોત થયું છે અને અન્ય એક પોલીસકર્મીને શ્રીનગરના એસએમએચએસ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

શહીદ પોલીસકર્મીની ઓળખ અનૂપ સિંહ તરીકે થઈ છે, જે આઈઆરપી 10મી બટાલિયનથી હતા. જ્યારે ઘાયલની ઓળખ મોહમ્મદ ઈબ્રાહિમ તરીકે થઈ છે. આ હુમલા બાદ પોલીસ અને સીઆરપીએફ દ્વારા આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને હમલાવરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.