કોઈમ્બતુર:ઔધોગીક મંડળ એસોચેમના અનુમાન મુજબ કાવેરી પાણી વિવાદ મામલે આંદોલન અને તોડફોડની ધટનાઓના કારણે કર્નાટકને આશરે 25,000 હજાર કરોડનું નુકશાન થયું છે.એસોચેમ મંડળના મહાસચિવ ડી એસ રાવતે કહ્યું કે કર્નાટકની રાજધાની બેંગલુરૂમાં જે રીતે તોફોન અને હિંસા ભડકી છે તેના કારણે વ્યાપાર ઉદ્યોગ જગતનું મનોબળ ભાંગી પડ્યું છે.ભારતની સીલીકોન વેલી તરીકે જાણીતા બેંગલુરૂ શહેરની છબી હિંસાથી ખરડાઈ છે. કોઈંમ્બતુર ઇન્ડિંયન ચેમ્બર્સ ઓફ કૉમર્સે ઈંડસ્ટ્રીએ કાવેરી વિવાદ મુદ્દે વડાપ્રધાનને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.ઉદ્યોગ સંગઠને કહ્યું વડાપ્રધાને કર્નાટક અને તામિલનાડુ સાથે વાતચીત કરી સમસ્યાનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવો જોઈએ.