નવી દિલ્લીઃ મુખ્યમંત્રી અખિલેશ યાદને પાર્ટી અધ્યક્ષ પદથી હટાવીને શિવપાલ યાદવને પાર્ટીની કમાન સોપવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી અખિલેશ યાદવ અને શિવપાલ યાદવ વચ્ચે મતભેદના સમાચાર આવી રહ્યા હતા.

સોમાવારે જ અખિલેશ યાદવે પોતાના બે મંત્રી ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ અને રાજ કિશોર સિંહને દૂર કરી દીધા હતા. પ્રજાપતિને મુલાયમ સિંહ યાદવનો નજદીકી માનવામાં આવે છે. ત્યાર બાદ મંગળવારે અખિલેશ યાદવે મુખ્ય સચિવ દીપક સંઘલને દૂર કરીને તેની જગ્યાએ રાહૂલ ભટનાગરને જવાબદારી સોંપી હતી. સિંઘલને આ પાદ પર આવ્યાને બે મહિના જ થયા હતા. દીપક સિંઘલને શિવપાલ યાદવનો નજીકનો માનવામાં આવે છે.