કેદારનાથ: લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં મંદિરમાં શનિવારે પૂજા-અર્ચના કર્યા બાદ કેદારનાથ ધામમાં બનેલી એક ગુફામાં સાધના કરી હતી અને આખી રાત ત્યાં રોકાયા હતા. જે ગુફામાં પીએમ મોદીએ ધ્યાન કર્યું હતું તેની તસ્વીરો પણ સામે આવી છે જેના બાદ ગુફા ચર્ચાનો વિષય બની છે.
પીએમ મોદીએ જે ગુફામાં રાત્રિ રોકાણ કર્યું હતું તેનું નામ રુદ્ર ગુફા છે. તેનું નિર્માણ નેહરું પર્વતારોહણ સંસ્થાએ કરી છે. આ ગુફા કેદારનાથ મંદિરથી લગભગ એક કિલોમીટરના અંતર પર છે. આ ગુફા બનાવવા લગભગ સાડા આઠ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો. આ ગુફા સમુદ્ધ તટથી લગભગ 12 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલી છે. જે અનેક પ્રકારની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.
આ ગુફામાં રોકાવા માટે સામાન્ય માણસ પણ બુક કરાવી શકે છે. જેનું એક દિવસનું ભાડું 990 રૂપિયા છે. જો કે આ ગુફા ત્રણથી વધુ દિવસ માટે બુક કરાવી શકાતી નથી. કંઈ ખાસ હોય તો જ વધુ દિવસ માટે બુકિંગ કરાવી શકાય છે.
આ ગુફામાં સવાર-સાંજ જમવાથી લઈને બ્રેકફાસ્ટમાં ચા-નાસ્તા માટેની વ્યવસ્થા પણ છે. જો કે તેનો અલગથી ચાર્જ છે. ગુફામાં બેડ, શૌચાલય,વોશરૂમ, ટેલિફોન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. ગુફામાં એક બેલ પણ લગાવવામાં આવી છે. જેથી કંઈ જરૂરત પડવા પર સહાયકને બોલાવી શકાય. પીએમ મોદી જ્યારે અહીં રોકાયા હતા ત્યારે સુરક્ષાને ધ્યાનમાં લેતાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યાં હતા.
કેદારનાથમાં આ પ્રકારની પાંચ ગુફાઓનું નિર્માણનું કામ ચાલી રહ્યું છે. હાલમાં ટ્રાયલ માટે આ એક જ ગુફા બનાવવામાં આવી છે.
PM મોદીએ જે ગુફામાં સાધના કરી તે ગુફા છે અત્યાધુનિક સુવિધાથી સજ્જ, જાણો એક દિવસનું કેટલું છે ભાડું?
abpasmita.in
Updated at:
19 May 2019 03:02 PM (IST)
પીએમ મોદીએ કેદારનાથમાં જે ગુફામાં સાધના કરી હતી તેનું નામ રુદ્ર ગુફા છે. આ ગુફા કેદારનાથ મંદિરથી લગભગ એક કિલોમીટરના અંતર પર છે. જે અનેક પ્રકારની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. જેને સામાન્ય માણસ પણ બુક કરાવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -