નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાનુ સંક્રમણ સતત વધી રહ્યું છે, જેના કારણે સારવાર માટે સ્વાસ્થ્ય કેન્દ્રોની માંગ વધી છે. જેને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે મોટો નિર્ણય કર્યો છે. 10-49 બેડના કેપેસિટી વાળા તમામ નાના તથા મધ્યમ મલ્ટીસ્પેશિયાલિટી નર્સિંગ હૉમનેને શનિવારે કૉવિડ-19 નર્સિંગ હૉમ જાહેર કરી દેવાયા છે. હવે દિલ્હીમાં નાના નર્સિંગ હૉમમાં પણ કોરોના પૉઝિટીવને ભરતી કરીને તેની સારવાર કરવામાં આવશે.


સત્તાવાર નિવેદન પ્રમાણે, કોરોના વાયરસના દર્દીઓ માટે બેડની સંખ્યામાં વધારો થવાને ધ્યાનમાં રાખીને આ પગલુ ભરવામાં આવ્યુ છે. આમા સામાન્ય પ્રજાને ખુબ મોટી રાહત મળશે. જોકે દિલ્હીમાં કેટલાય એવા કોરોના પૉઝિટીવ છે જેને ખુદ હૉમ આઇસૉલેશનમાં રાખીને પોતાનો સફળ ઇલાજ પણ કર્યો છે.



આદેશ અનુસાર, માત્ર સ્પેશ્યલ રીતે આંક, કાન તથા ગળાના ઇલાજ કરવાનારા સેન્ટરો, ડાયાલિસિસ કેન્દ્રો, પ્રસૃતિ ગૃહો અને આઇવીએફ કેન્દ્રોને આમાંથી છૂટ આપવામાં આવી છે.

આમાં કહેવામાં આવ્યુ છે કે નાના અને મધ્યમ મલ્ટી સ્પેશ્યાલિટી નર્સિંગ હૉમ (10 થી 49 બેડવાળા)માં કૉવિડ અને બિન-કૉવિડ દર્દીઓને પરસ્પર એકબીજાના સંપર્કમાં આવવાથી બચાવવા માટે કૉવિડ-19ના દર્દીઓ માટે બેડની સંખ્યા વધારવા અંતર્ગત રાષ્ટ્રીય રાજધાની વિસ્તારામં આવા તમામ નર્સિંગ હૉમને કૉવિડ-19 નર્સિંગ હૉમ જાહેર કરવામાં આવ્યા છે, જેની બેડની સંખ્યા 10-49 છે.