નવી દિલ્હીઃ દિલ્હીમાં સતત વધી રહેલા કોરોના કેસનો અટકાવવા માટે અને સારવાર માટે સરકારે નવા દિશા નિર્દેશો જાહેર કર્યા છે. દિલ્હી સરકારે રવિવારે તમામ હૉસ્પીટલો અને સ્વાસ્થ્ય કેન્દ્રોને નિર્દેશો આપ્યા છે કે તે ફ્લૂ જેવા લક્ષણો અને શ્વાસ સંબંધી બિમારીઓ વાળા તમામ દર્દીઓ અને કેન્દ્રો પર આવનારા હાઇ રિસ્ક વાળા બધા લોકોનો ફરજિયાત રીતે રેપિડ એન્ટીજન તપાસ કરે.


દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસો એક લાખને નજીક પહોંચી ગયા છે, જ્યારે મૃતકોનો આંકડો ત્રણ હજારને પાર પહોંચી ગયો છે.

દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરાયેલા આદેશોમાં દિલ્હી સરકાર દ્વારા સંચાલિત તમામ હૉસ્પીટલોના મેડિકલ નિદેશકો, ચિકિત્સા અધિક્ષકો અને નિદેશકોને કહેવામાં આવ્યુ છે કે તે નક્કી કરે કે યાદીમાં સામેલ તે તમામ દર્દીઓ અને લોકોનો રેપિડ એન્ટીજન ટેસ્ટ ફરજિયાત થાય, જે હૉસ્પીટલ આવ્યા છે.

તેમાં કહેવાયુ છે કે ફ્લૂ જેવા લક્ષણો અને શ્વાસ સંબંધી તકલીફોની સાથે હૉસ્પીટલમાં આવનારા તમામ લોકોનો ફરજિયાત લોકોની તપાસ કરવામાં આવે. આ ઉપરાંત સરકારે એવા લોકો અને દર્દીઓની લાંબી યાદી તૈયાર કરી છે જેની તપાસ ફરજિયાત કરવામાં આવી છે.

દિલ્હીમાં ગયા મહિને અચાનક કોરોના સંક્રમણ વધતા જ સરકારે એન્ટીજન ટેસ્ટ ચાલુ કર્યા હતા, અને આ પછી રાજધાનીમાં દરરોજ થઇ રહેલી તપાસની સંખ્યામાં ત્રણ ગણા સુધી ઉછાો જોવા મળ્યો હતો.