નવી દિલ્હીઃ કોરોના વાયરસના પ્રકોપની વચ્ચે હવે દિલ્હી એરિયામાં કેન્દ્રીય વિદ્યાલયો (KV)એ ફેસબુક અને યુટ્યૂબ પર વર્ગો શરૂ કર્યો છે, એટલે કે લૉકડાઉનમાં ટેકનોલોજી સહારો બનીને બહાર આવી છે.


કેન્દ્રીય વિદ્યાલયો (KV)એ ફેસબુક અને યુટ્યૂબ પર 9થી 12 ધોરણના વર્ગો માટે ઓનલાઇન ક્લાસિસ શરૂ કરી દીધા છે. શિક્ષકોની એક ટીમને આ ઇન લાઇવ ઇન્ટરેક્ટિવ ક્લાસિસો શરૂ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. જેમાં બધા પ્રવાહોના ક્લાસ લેવામાં આવશે. સમયની માહિતી શિક્ષકોએ વિદ્યાર્થીઓને વૉટ્સએપ ગ્રુપમાં મોકલી દીધી છે.



આની સાથે (KV) કેવીએસ દિલ્હી વિસ્તારની પ્રાચાર્યોની સાથે મહત્વપૂર્ણ માહિતી શરે કરવામાં આવી હતી, જે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે આગળ ચાલી રહેલા લાઇવ ક્લાસિસ વિશેની હતી.



શિક્ષકોની ટીમ વીડિયોને શાનદાર બનાવવા માટે અલગ અલગ સૉફ્ટવેર જેવી પાવરપૉઇન્ટ, મૂવી મેકર, સ્ક્રીન રેકોર્ડર વગેરેનો ઉપયોગ કરી રહી છે.