Monkeypox Symptoms: ભારતમાં દિલ્હી બાદ બીજો મંકીપોક્સનો કે નોંધાયો છે. આરોગ્ય અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે કેરળના મલપ્પુરમમાં 38 વર્ષીય વ્યક્તિમાં એમપોક્સના કેસની પુષ્ટિ થઈ છે. દુબઈથી પરત ફરેલા એક યુવકને એમપોક્સના લક્ષણોને કારણે કેરળના મલપ્પુરમ જિલ્લામાં મંજેરીની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 


થોડા દિવસો પહેલા કેરળના મલપ્પુરમ જિલ્લામાં દુબઈથી પરત આવેલા એક વ્યક્તિમાં મંકી પોક્સ (MPOX) ના લક્ષણો જોવા મળ્યા હતા. જે બાદ યુવકને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હી પછી, કેરળમાં આ કેસ ભારતમાં આ રોગનો બીજો કેસ હશે.


રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે મંગળવારે માહિતી આપી હતી કે આ વ્યક્તિએ લક્ષણો જોયા બાદ પરિવારથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. તેમના નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા અને રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી.


આ વ્યક્તિ દુબઈથી કેરળ આવ્યો હતો


જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિ તાજેતરમાં જ દુબઈથી કેરળ આવ્યો હતો અને બીમાર પડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં તેને મંજેરી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. સંભવિત મંકીપોક્સ ચેપની શંકાને કારણે તેના નમૂનાઓ કોઝિકોડ મેડિકલ કોલેજમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.


દિલ્હીમાં પણ મંકીપોક્સનો કેસ નોંધાયો હતો
ગયા અઠવાડિયે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંકીપોક્સનો એક નવો કેસ નોંધાયો હતો. હરિયાણાના હિસારનો એક 26 વર્ષીય વ્યક્તિ વાયરસથી સંક્રમિત થયો હતો અને તેને દિલ્હી સરકારની એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. નોંધનિય છે કે, મંકીપોક્સને લઈને ભારત સરકાર પહેલાંથી જ સાવચેતીના પગલા લઈ રહી છે.


ડબલ્યુએચઓએ જાહેર કરી હતી હેલ્થ ઈમરજન્સી


વિશ્વ આરોગ્ય સંગઠને (ડબલ્યુએચઓ) આના ફેલાવાની અસરને ધ્યાનમાં રાખીને આને આંતરરાષ્ટ્રીય ચિંતા જાહેર આરોગ્ય ઇમરજન્સી (PHEIC) જાહેર કર્યું છે. ડબલ્યુએચઓના અગાઉના નિવેદન અનુસાર, 2022 થી વૈશ્વિક સ્તરે 116 દેશોમાં એમપોક્સના કારણે 99,176 કેસો અને 208 મૃત્યુ નોંધવામાં આવ્યા છે. ગયા વર્ષે નોંધાયેલા કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને આ વર્ષે અત્યાર સુધી નોંધાયેલા કેસોની સંખ્યા ગયા વર્ષેના કુલ સંખ્યાથી વધી ગઈ છે, જેમાં 15,600 થી વધુ કેસો અને 537 મૃત્યુ સામેલ છે.


આ પણ વાંચો...


One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે