નવી દિલ્લી: કેરલના અલપૂઝામાં કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની કારથી થયેલી ટક્કરમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે આ ઘટના બની હતી ત્યારે સિંધિયા ગાડીની પાછલી સીટ પર બેઠેલા હતા. ઘટનાને પગલે ઘાયલ યુવકને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં તેનું મોત થયું હતું. સિંધિયા ઘટનાને પગલે પોતાનો કાર્યક્રમ રદ્દ કર્યો હતો અને હવે તે યુવકના ઘરે ગયેલા છે.
ઘટનામાં 62 વર્ષના એક વ્યક્તિનું મોત નિયજ્યું હતું. જો કે આ ઘટનામાં બીજા કોઈ વ્યક્તિ ઘાયલ થવાના કોઈ અહેવાલ નથી. ઘટના કેરલના અલપુઝામાં બની હતી. આ ઘટનામાં સિંધિયાને કોઈ ઈજા પહોંચી નથી. ઘટના તે વખતે બની જ્યારે તેમનો ગાડીનો કાફલો કેરલના અલપુઝામાંથી પસાર થઈ રહ્યો હતો.
અહેવાલ મળી રહ્યા છે કે આ મામલામાં સિંધિયાનું કહેવું છે કે તેમના ડ્રાઈવરની કોઈ ભૂલ નથી. ઘટના સમયે 62 વર્ષનો બુઝુર્ગ પોતાની ઈલેક્ટ્રિક સાઈકલ ખોટી સાઈડમાં ચલાવી રહ્યો હતો. ત્યારે ડ્રાઈવરે તેને ઘણો બચાવવાની કોશિશ કરી હતી, પરંતુ છતાં પણ ઘટના બની હતી. સિંધિયાએ આ વાત કોંગ્રેસ કાર્યકર્તાઓને પણ કહી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ મૃતક પરિવારની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી છે.