Kerala Exit Poll 2026: કેરળ વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂરું થયા બાદ હવે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે. આ વખતે રાજ્યમાં સત્તાધારી ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) અને કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષી ગઠબંધન (UDF) વચ્ચે સીધી અને બરાબરીની ટક્કર જોવા મળી રહી છે. ભારે ચૂંટણી પ્રચાર અને હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા વચ્ચે, તાજેતરમાં જાહેર થયેલા 3 અલગ-અલગ એક્ઝિટ પોલના તારણો એક મોટો ઈશારો કરી રહ્યા છે. આ અંદાજો મુજબ, કેરળમાં સત્તા પરિવર્તન થવાની પૂરી સંભાવના છે અને કોંગ્રેસનું UDF ગઠબંધન થોડી સરસાઈ સાથે આગળ નીકળીને સરકાર બનાવી શકે છે. ચાલો જાણીએ કઈ એજન્સીએ કોને કેટલી બેઠકો આપી છે.

Continues below advertisement

ચાણક્ય એક્ઝિટ પોલના આંકડા

ચાણક્યના એક્ઝિટ પોલ મુજબ, કેરળ વિધાનસભામાં UDF ને બહુમતી મળતી દેખાઈ રહી છે. આ સર્વેમાં કોંગ્રેસ ગઠબંધન (UDF) ને 72 થી 80 બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે વર્તમાન સત્તાધારી LDF ગઠબંધનને 58 થી 64 બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે. અન્ય પક્ષોના ખાતામાં 3 થી 7 બેઠકો જઈ શકે છે.

Continues below advertisement

મેટ્રિઝ એક્ઝિટ પોલનો અંદાજ

મેટ્રિઝ એક્ઝિટ પોલના પરિણામો પણ રાજ્યમાં UDF ને જ આગળ બતાવી રહ્યા છે. તેમના મતે, UDF ના ખાતામાં 70 થી 75 બેઠકો આવી શકે છે. સામે પક્ષે LDF ને 60 થી 65 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અન્ય પક્ષોને 5 થી 9 બેઠકો મળવાની ધારણા છે.

પીપલ્સ ઇનસાઇટ સર્વેમાં કાંટાની ટક્કર

પીપલ્સ ઇનસાઇટના એક્ઝિટ પોલમાં પણ કોંગ્રેસની આગેવાનીવાળું UDF ગઠબંધન આગળ છે. આ સર્વે મુજબ UDF 66 થી 76 બેઠકો જીતી શકે છે. જ્યારે LDF ને 58 થી 68 બેઠકો મળવાનો અંદાજ છે. આ સર્વેમાં ભાજપ અને તેના સાથી પક્ષોને 10 થી 14 બેઠકો મળવાની મોટી ધારણા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અન્યને 0 થી 1 બેઠક મળી શકે છે.

આ પણ વાંચોઃ બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ

શું કેરળમાં થશે સત્તા પરિવર્તન?

એકંદરે, આ ત્રણેય એક્ઝિટ પોલના વલણો પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે UDF શાસક LDF કરતા આગળ ચાલી રહ્યું છે. જો ઔપચારિક પરિણામોમાં આ અંદાજો સાચા સાબિત થશે, તો કેરળમાં શરૂઆતના વલણો પ્રમાણે જ મોટું સત્તા પરિવર્તન જોવા મળશે.