Weight Loss Drink, Coriander Cucumber Juice Recipe :કોથમીર, કાકડીને આપણે સલાડમાં સામેલ કરીએ છીએ. તેને મિક્સ કરીને તેનું જ્યુસ બનાવીને પણ પી શકાય છે. આ નેચરલ ડ્રિન્ક સ્વાદમાં ટેસ્ટી લાગે છે ઉપરાંત હેલ્થી હોવાની સાથે વજન ઉતારવામાં પણ કારગર છે. તો જાણીએ કોથમીર કાકડીનું ડ્રિન્ક કઇ રીતે બનાવશો.આ નેચરલ ડ્રિન્કની રેસિપી જાણી લઇએ.. 


કાકડી અને કોથમીરનું જ્યુસ બનાવવાની સામગ્રી
 એક વાટકી કોથમીર
એક ચમચી લીંબુનો રસ
1 ચમચી એલોવેરા જ્યુસ
એક ગ્લાસ પાણી


કાકડી અને કોથમીરનું જ્યુસ  બનાવવાની રીત
સૌથી પહેલા બધી જ વસ્તુને એક સાથે બ્લેન્ડરમાં મિક્સ કરી દો. બ્લેન્ડરને આ રીતે ચલાવતા રહો જ્યાં સુધી સારી રીતે મિક્સ ન થઇ જાય. તેને ગાળીને ગ્લાસમાં ભરી લો. તેમાં લીંબુનો રસ ઉમેરી દો અને તેનું સેવન કરો. 


કાકડીના ફાયદા
ગરમીની સિઝનમાં કાકડીનું સેવન ફાયદાકારક માનવામા આવે છે. કાકડી હોય કે કાકડીની સ્મૂધી હોય. દરેક રીતે કાકડી ફાયદાકારક છે. તો કાકડી શરીર માટે કઇ રીતે ઉપકારક છે.કાકડી શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે વજન પણ ઘટાડે છે. તે બોડીને રિલેક્સ કરે છે. કાકડીની વજન ઘટાડા માટે ખૂબ જ અકસરી ઔષધ છે. તો અન્ય કાકડીના જ્યુસ વિશે પણ જાણીએ


તરબૂચ અને કાકડીની રેસિપી


અડધી કાકડી અને થોડા તરબૂચના પીસ લો. આ બંનેને સારી રીતે મિક્સ કરી દો. તેમાં નમક, મરી પાવડર અને લીંબુના ટીપાં ઉમેરો. લંચ કે ડિનર બાદ આ પીણીનું સેવન કરો. આ બંને વસ્તુ શરીરને હાઇડ્રેટ  રાખે છે કારણ કે તેમાં પાણીની માત્રા વધુ હોય છે. તે શરીરને પણ ઘટાડે છે.


સંતરા અને કાકડીનું જ્યુસ


કાકડી અને સંતરાનું કોમ્બિનેશન પણ બેસ્ટ છે, એક સંતરૂ અને થોડી કાકડીની સ્લાઇસનું જ્યુસ બનાવી લો. આ પીણું પણ શરીરનું વજન ઉતારવા માટે કારગર સાબિત થાય છે. તેનાથી ત્વચા પણ કાંતિમય બને છે.


અંગુર  અને કાકડીનું કોમ્બિનેશન


અંગુર અને કાકડીનું કોમ્બિનેશન દુનિયાના સૌથી હેલ્ધી ડ્રિન્ડમાનું એક છે. ગ્રેપ્સમાં એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ હોય છે. જે શરીરને હેલ્ધી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. અંગુરના જ્ચુસમાં કાકડીની સ્લાઇસ નાખીને સેવન કરવાથી એનર્જી આવે છે અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.