આ પગલાથી સરકાર હેલ્ધી ખોરાકને પ્રોત્સાહન આપવા માગે છે. આ ટેક્સ મેક ડોનાલ્ડ્સ, પિઝા હટ અને ડોમિનોઝ જેવી રેસ્ટોરાં પર લાદવામાં આવશે. સરકારનું કહેવું છે કે આ ટેક્સથી બાળકો જંકફૂડ ખાવાનું તદ્દન બંધ નહિ કરી દે પણ ચોક્કસ પણે તેના વપરાશમાં ઘટાડો થશે.
કેરળ દેશનું બીજા નંબરનું સૌથી વધુ મેદસ્વી લોકોની સંખ્યા ધરાવતું રાજ્ય છે. કેરળમાં કિશોરીઓમાં મેદસ્વીતાને લીધે કેટલીક માઠી અસરો પણ જોવા મળી છે. આ વાતોને ધ્યાનમાં લઈને સરકારે આ પગલું ભર્યુ છે.
સરકાર લોકોના સ્વાસ્થને લગતી સમસ્યાઓ માટે કામ કરવા માટે આ પગલુ ભર્યુ છે. પણ તેના પરિણામો સંતોષકારક હશે કે કે મતે ચર્ચાનો વિષય છે.